પુરાતત્ત્વવિદોને 2,000 વર્ષ જૂની ખોપરી મળી આવી છે જેમાં સર્જિકલ માર્ક્સ મળ્યા છે. આ ખોપરીને કોઈ ધાતુથી જોડાવામાં આવી છે.
મેડિકલ સાયન્સએ આજના યુગમાં એટલી પ્રગતિ કરી છે કે શરીરમાં
મટ્યું ન હોત, તો તે માણસ આજીવન અપંગ થઈ શક્યો હોત.
પેરુવન સર્જનોએ સૈનિકની તૂટેલી ખોપરીને ફ્યુઝ મેટલથી સીલ કરી દીધી હતી અને તેની સારવાર માટે તેને જોડી દીધી હતી. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સર્જરી બાદ ઘાયલ સૈનિક પણ બચી ગયો હતો. જોકે તેના ફ્રેક્ચરને ઠીક કરવા માટે કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે જાણી શકાયું નથી. મ્યુઝિયમના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, મ્યુઝિયમે તેને 2020માં પ્રદર્શિત કર્યું હતું. આ ખોપરીના ઇતિહાસ વિશે વધુ જાણકારી નથી, પરંતુ નિષ્ણાતો જણાવે છે કે ખોપરીના હાડકાને રિપેર કરવા માટે તે એકબીજા સાથે સજ્જડ રીતે જોડાયેલું છે. તે એક સફળ સર્જરી હતી. માનવશાસ્ત્રીઓના મતે, પેરુના સર્જનો આવા ગંભીર ઘા ને મટાડવામાં નિષ્ણાત હતા. પ્રાચીન સમયમાં આવી શસ્ત્રક્રિયા યોદ્ધાઓ માટે પ્રતિષ્ઠાનો વિષય હતી.