1000 ગર્લફેન્ડના ઐય્યાસી ‘ધર્મગુરૂ’ને 1075 વર્ષની સજા

તુર્કીના મુસ્લિમોના એક પંથના નેતા અદનાન ઓકતારને ઈસ્તામ્બુલની એક કોર્ટે 10 વિવિધ ગુનામાં 1075 વર્ષની સજા ફટકારી છે. અદનાન એક પંથનો પ્રમુખ છે અને તેના સંગઠનને ગુનાહિત માનવામા આવે છે. વર્ષ 2018માં દેશભરમાં વિવિધ સ્થળોએ રેડ પાડી ઓકતારને માનનારા ઘણા લોકોની ધરપકડ કરવામા આવી હતી. અદનાન ઓકતાર લોકોને કટ્ટરપંથી મામલે ઉપદેશ આપતો અને મહિલાઓને બિલાડીઓ કહી સંબોધતો હતો.
અદનાન ટીવી
શોમાં આ મહિલાઓ સાથે જ ડાન્સ પણ કરતો. જેઓ પ્લાસ્ટિક સર્જરી કરાવીને જોવા મળતી હતી.
અદનાને 1075 વર્ષની સજા ફટકારવામા આવી. એક અહેવાલ અનુસાર, અદનાન પર યૌન અપરાધ, ટિનેજર્સના યૌન શોષણ, છેતરપિંડી અને
રાજીકીય તથા સૈન્ય જાસૂસીના આરોપ લાગ્યા હતા. લગભગ 236 લોકો વિરુદ્ધ કેસ ચાલ્યો અને તેમાંથી 78 લોકોની ધરપકડ કરવામા આવી છે.
સુનાવણી દરમિયાન અદનાન અંગે ઘણા રહસ્યમય યૌન અપરાધનો ખુલાસો થયો. અદનાને



ડિસેમ્બરમાં સુનાવણી દરમિયાન જજને પોતાની 1000 ગર્લફ્રેન્ડ હોવાની વાત કહી હતી. તેણે કહ્યું હતું કે,‘મહિલાઓ પ્રતિ મારા દિલમાં ઘણો પ્રેમ છે. પ્રેમ માણસાઈની નિશાની છે. આ એક મુસ્લિમની વિશેષતા છે.
હું પિતા બનવાની અસમાન્ય ક્ષમતા ધરાવું છું.’
અદનાન સૌપ્રથમ 1990ના દાયકામાં વિશ્વ સામે લાઈમલાઈટમાં આવ્યો હતો. તે સમયે અદનાન એવા પંતનો નેતા હતો જે ઘણીવાર સેક્સ સ્કેન્ડલમાં ફસાઈ ચૂક્યો હતો. તેની
ચેનલે વર્ષ 2011માં ઓનલાઈન ટેલિકાસ્ટ શરૂ કર્યું અને તેની તુર્કીના ધાર્મિક નેતાએ આકરી ટીકા કરી હતી. એક મહિલાએ સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, અદનાને તેની અને અન્ય મહિલાઓનું વારંવાર શારીરિક શોષણ કર્યું હતું. ઘણીવાર તે મહિલાઓ સાથે બળજબરી પૂર્વક રેપ પણ કરતો અને તેમને ગર્ભનિરોધક ગોળીઓ ખાવા મજબૂર કરવામા આવતી હતી. અદનાનના ઘરેથી 69 હજાર ગર્ભનિરોધક ગોળીઓ મળી આવી હતી.





રિલેટેડ ન્યૂઝ