હાર્દિક પંડ્યા પરણી પણ ગયો અને પિતા પણ બનશે

ગાંધીનગર,તા.1
ભારતીય ટીમના ધૂંઆધાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ આ વર્ષે જ જાન્યુઆરીમાં સર્બિયન એક્ટ્રેશ નતાશા સ્ટેનકોવિક સાથે સગાઈ કરી હતી. હવે ભારતીય ટીમનો આ ઓલરાઉન્ડર પિતા બનવાનો છે અને તેણે આ ખુશખબરી ફેન્સ સાથે શેર કરી છે. હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ નતાશા સ્ટેનકોવિક મા બનવાની છે. હાર્દિકે શેર કરેલી તસવીરો પરથી એવું લાગી રહ્યું છે કે આ કપલે ઘરના પરિવારના સભ્યોની હાજરીમાં લોકડાઉનમાં જ લગ્ન કરી
લીધાં છે.
ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ પણ તસવીર શેર કરી હતી અને હજ્ઞભસમજ્ઞૂક્ષૂયમમશક્ષલ કેપ્શન આપ્યું હતું. આ ઉપરાંત ક્રિકેટર હાર્દિક પંડ્યાએ
ઈન્સ્ટાગ્રામ પર નતાશા સાથે તસવીરો શેર કરી હતી. આ સાથે જ તેણે લખ્યું હતું કે, નતાશા અને મેં એકસાથે લાંબો સમય પસાર કર્યો છે. અમે જલદી જ જીવનમાં એક નવા મહેમાનનું સ્વાગત કરવા માટે ઉત્સાહિતછીએ.
નોંધનીય છે કે નતાશા અને હાર્દિક ઘણાં સમયથી રિલેશનશીપમાં હતાં. આ બન્નેએ લિવ ઈન રિલેશનશીપમાં પણ ઘણો સમય પસાર કર્યો હતો તો અવારનવાર સોશિયલ મીડિયા પર પણ તેઓ પોતાની રોમાન્ટિક તસવીરો શેર
કરતા હતાં. હવે આ કપલ પોતાના ઘરે આવનાર નાના મહેમાનના સ્વાગત માટે તૈયાર છે.રિયાલિટી શો અને ફિલ્મમાં જોવા મળી છે નતાશાહાર્દિકની પત્ની નતાશા સ્ટેનકોવિક બોલિવૂડની અનેક ફિલ્મ્સ ઉપરાંત નાના પડદે રિયાલિટી શોમાં પણ જોવા મળી છે. સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસની આઠમી સિઝનમાં તે જોવા મળી હતી. આ ઉપરાંત નતાશા છેલ્લે ઈમરાન હાશમી અને રિશિ કપૂરની મૂવી ધ બોડીના એક ગીતમાં જોવા મળી હતી.

રિલેટેડ ન્યૂઝ