હાય મેં કયા (ન) કરું રામ જો મુઝે બુઢ્ઢા મિલ જાય!

વિશ્ર્વ સમયની સાથે ઘણી પ્રગતિ કરી રહ્યું છે અને ટેકનોલોજીથી લઈ લોકોની લાઈફ સ્ટાઈલ અને વિચારધારામાં ફેરફારો જોવા મળી રહ્યાં છે. પરંતુ અમેરિકામાં એક વિચિત્ર ટ્રેન્ડ ઘણી ઝડપે આગળ વધી રહ્યો છે. જેમાં નાની વયની યુવતીઓ સુગર રિલેશનશિપ તરફ આગળ વધી રહી છે. પશ્ચિમના દેશોમાં યુવતીઓ પાસે કોલેજમાં ભણવાની સાથે મોટા શહેરમાં રહેવાનો ખર્ચ કાઢવો સરળ નથી હોતું, તેથી ઘણીવાર તેઓ સુગર રિલેશનશિપનો માર્ગ અપનાવે છે. સુગર રિલેશનશિપ નામના ટ્રેન્ડમાં તેમને માત્ર 2 વર્ષમાં 60 લાખ રૂપિયા મળી જાય છે. આ રકમથી તેમનો અભ્યાસ પૂર્ણ થવાની સાથે તમામ મોજશોખ પૂર્ણ થઈ જાય છે.
સુગર રિલેશનશિપ
શું છે
અમેરિકાના ધનિકોની લાઈફની એક વાસ્તવિકતા અને એક નવી સભ્યા છે સુગર રિલેશનશિપ. અમુક દેશોમાં તેનું ચલણ જોવા મળે છે. જેની અંદર મોટી વયના પુરુષ ઈન્ટિમેસી બદલે નાની વયની યુવતીઓને તગડી રકમ
ચૂકવે છે. તેને કોઈપણ પ્રકારથી વેશ્યાવૃત્તિ માનવામા આવતી નથી. આ રિલેશનશિપ હેઠળ અમેરિકામાં મોટાપાયે લોકો રહે છે. જેમાં યુવતીઓને સુગર બેબી અને પુરુષોને સુગર ડેડી કહેવાય છે.
ઘણી યુવતીઓમાંસુગર રિલેશનશિપને સ્વીકારવાનો ટ્રેન્ડ વધ્યો છે. તેઓ આ માટે અબજોપતિ સાથે ડીલ કરે છે. તેમની મદદ કરવા માટે ઘણી સુગર રિલેશનશિપ સાઈટ્સ કામ કરે છે. ખાસ કરીને આજકાલ આ રિલેશનશિપનો ટ્રેન્ડ વધ્યો છે.
અભ્યાસ અને મોજશોખ માટે યુવતીઓ અબજોપતિઓ સાથે ડીલ કરી રહી છે. પશ્ચિમના દેશોમાં ઘણા લોકો આ રિલેશનશિપને નડર્ટી રિલેશનથ તરીકે પણ જુવે છે.
સુગર રિલેશનશિપમાં મોટાભાગે 25 થી 30 વર્ષની યુવતીઓ સામેલ
થાય છે. જ્યારે પુરુષોની ઉંમર 45-50 વર્ષ જેટલી હોય છે. ધનિક પુરુષો સાથે ખાસ ડીલ કરવામા આવે છે. જેની સામે ધનિક પુરુષો યુવતીઓને ખાસ રકમ ચુકવે છે. જોકે તેમા ઈન્ટિમેસીની એક લિમિટ હોય છે. વિદેશોમાં ઓપન માઈન્ડેડ યુવતીઓ ધનિકો સાથેના આવા રિલેશનને ખરાબ માનતી નથી.

ઉલ્લેખનીય છે કે, આ રિલેશન લગ્નમાં પરિણમતા નથી અને યુવતીઓ પોતાની મરજી પ્રમાણે ગમે ત્યાં લગ્ન કરવા સ્વતંત્ર હોય છે.

રિલેટેડ ન્યૂઝ