હાથમાં પત્નીનું કાપેલું માથું લઇ પતિ પહોંચ્યો પોલીસ સ્ટેશને

ઉત્તર પ્રદેશના બાંદામાં ગઇકાલે સવારે એક પતિએ અવૈધ સંબંધોના શકમાં હેવાનિયતની બધી હદો વટાવી દીધી. પતિ પહેલા તો ફરસાથી પોતાની પત્નીનું માથુ કાપી નાખ્યું, પછી કાપેલા માથાને લઇ બજાર થતા લગભગ 2 કિમી દૂર પોલીસ સ્ટેશન પહોંચ્યો. મામાલો બબેરૂ પોલીસ સ્ટેશન ક્ષેત્રના ગ્રામીણ મોહલ્લા નેતાનાગરનો છે.
ત્યાં રહેનારા 35 વર્ષીય કિન્નર નામના વ્યક્તિએ પોતાની 28 વર્ષીય પત્ની વિમલા પર
અવૈધ સંબંધોને શક હતો. જેને લીધે તેણે સવારે લગભગ 6 વાગ્યે ફારસાથી પત્નીનું ગળુ કાપી તેની હત્યા કરી નાખી. ઘટનામાં એક વ્યક્તિ પણ ઈજાગ્રસ્ત થયો છે. તેને મહિલાનો પ્રેમી કહેવામાં આવ્યો છે. પત્નીનેઘણીવાર સમજાવવા પર જ્યારે તે ન માની તો પતિએ તેની હત્યા કરી નાખી. પત્નીનો સંબંધ તેમની પાડોશમાં રહેતા રવિ સાથે ચાલી રહ્યો હતો.
પાડોશીઓનું કહેવું છે કે સવારે પતિ પત્નીમાં વિવાદ થયો અને પતિ
કિન્નર યાદવ ફરસા લઇ પહેલા પ્રેમી રવિ પર વાર કરવા દોડ્યો. પત્નીએ જ્યારે બચાવ કર્યો તો પત્ની વિમલાના પગમાં ફરસો માર્યો અને પછી ગળુ કાપી નાખ્યું. આ નજારો જોઇ પાડોશીઓ ચોંકી ગયા અને પોતાનો જીવ બચાવવા છુપાઇ ગયા. ત્યાર પછી કિન્નર યાદવ પત્નીનું માથું લઇ સીધો પોલીસ સ્ટેશન પહોંચ્યો.

રિલેટેડ ન્યૂઝ