હવે ગુજરાત સહિતના એક્સપ્રેસ હાઇ-વે પર ઇ-વ્હિકલ માટે 4 લેન

- મુંબઈથી દિલ્હી સુધીનું અંતર
13 કલાકમાં કપાઇ જશે, હાલ
25 કલાક લાગે છે
- 1,350 કિમી લાંબા ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ-વેનું 350 કિમીનું કામ પૂર્ણ, જાન્યુઆરી 2023 સુધીમાં રોડ તૈયાર થશે
- દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનો
423 કિલોમીટર હિસ્સો ગુજરાતમાં: દર 50 કિલોમીટરે ચાર્જિંગ પોઇન્ટ, 120 કિમીની સ્પીડ નક્કી થશે

દિલ્હીથી મુંબઈ વચ્ચે નિર્માણાધીન 1350 કિ.મી. લાંબા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે સમય તો બચાવશે જ સાથે જ પ્રદૂષણ પણ ઘટાડશે. 1 લાખ કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલા આ એક્સપ્રેસ-વે પર 350 કિ.મી. સુધીનું કામ થઈ ગયું છે. હાલ 8 લેન બનાવાઈ રહી છે. ઉપરાંત 4 લેન હજુ વધારવામાં આવશે. 2 જવા માટે અને 2 આવવા માટે. આ 4 લેન ફક્ત ઈલેક્ટ્રિક વ્હિકલ માટે હશે. આ દેશનો પ્રથમ એક્સપ્રેસ-વે હશે જેના પર ડેડિકેટેડ ઈલેક્ટ્રિક વ્હિકલ ફોરલેન હશે. એક્સપ્રેસ-વેના કિનારે નવી ઔદ્યોગિક ટાઉનશિપ અને સ્માર્ટ સિટી બનાવવાનો પણ પ્રસ્તાવ છે. તેનો સરવે ચાલુ છે. સંપૂર્ણ રુટ પર 92 સ્થળોએ ઈન્ટરવલ સ્પોટ ડેવલપ કરાશે. માર્ગ તથા પરિવહનમંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે એક્સપ્રેસ-વેનું કામ જાન્યુઆરી 2023 સુધી પૂરું થઈ જશે. જોકે કોરોનાને લીધે કામમાં વિલંબ થયો હતો.
એક્સપ્રેસ-વે બનતા દિલ્હી-મુંબઈ વચ્ચેનું અંતર 150 કિ.મી. સુધી ઘટી જશે. ફક્ત 13 કલાકમાં અંતર કપાઇ જશે.



હાલ બાય રોડ દિલ્હીથી મુંબઈ પહોંચવામાં 25 કલાક લાગે છે. દિલ્હીથી મુંબઈને જોડનાર એનએચ-8 પર હાલ વાહનોનું વધારે પડતું દબાણ છે. તેના પર રોજ 1 લાખ વાહન અવર-જવર કરે છે. આ વાહનો એક્સપ્રેસ-વે પર શિફ્ટ
થશે.

નવી જ સુવિધા
- દર 2.5 કિલોમીટર બાદ પશુઓ માટે ઓવર પાસ બનાવવામાં આવશે. દર 500 મીટર
પર એક અંડરપાસ હશે.
- દર 50 કિલોમીટરે બંને તરફ ફેસિલિટી
સેન્ટર ઉપલબ્ધ હશે. ત્યાં રેસ્ટોરાં, ફૂડ કોર્ટ, સુવિધા સ્ટોર, ઈંધણ સ્ટેશન, ઈવી ચાર્જિંગ પોઇન્ટ અને શૌચાલય વગેરેની સુવિધા આપવામાં આવશે.
- એક્સપ્રેસ વે પર ગાડીઓ માટે 120 કિલોમીટર/કલાકની સ્પીડ નક્કી કરવામાં આવશે.
- લાઈટો
સોલર પાવરથી ચાલશે. વરસાદનું પાણી એકત્રિત કરવા હાર્વેસ્ટિંગ સિસ્ટમ
બની રહી છે.
- આ હાઇવેથી દર વર્ષે 32 કરોડ લીટર ઈંધણ બચશે, વાર્ષિક 85 કરોડ કિલો કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન ઘટશે.

એક્સપ્રેસ વેની વિશેષતા
- 5 રાજ્યોમાંથી પસાર થશે
- એનસીઆર-હરિયાણા 137 કિ.મી.
- રાજસ્થાન 374 કિ.મી.
- મધ્યપ્રદેશ 245 કિ.મી.
હ ગુજરાત 423 કિ.મી.
હ મહારાષ્ટ્ર 171 કિ.મી.





રિલેટેડ ન્યૂઝ