હરિયાણાની 7 વર્ષીય પરી ધોનીની યાદ અપાવશે ફરી


વેસ્ટ ઈન્ડિઝનો બેટ્સમેન શાઈ હોપ તેના બેટિંગ વીડિયો જોઈને કહે છે કે, હું મોટો થાઉં ત્યારે મારે આવા બેટ્સમેન થવું છે!થ બેટ્સમેન માઈકલ વોન કહે છે, આનાંથી શાનદાર ફૂટવર્ક હોઈ જ ન શકે. ઈન્ડિયન સ્પિનર પૂનમ યાદવ લખે છે કે, આ તો માની શકાય તેમ નથી! ભારત અને દુનિયાભરના ટોચના ક્રિકેટરો જેના વિશે આટલાં અહોભાવથી વાત કરે છે એ ક્રિકેટર કોણ છે? સચિન તેંડુલકર? મહેન્દ્રસિંહ ધોની? વિરાટ કોહલી?
ના, એ છે હરિયાણાની 7 વર્ષની ટબુકડી પરી શર્મા દેખાવમાં દુબળી, પાતળી. આંખોમાં મુગ્ધ કુતુહુલ. પગમાં જાણે પાંખો પહેરી હોય એવો તરવરાટ, પણ એ જ છોકરી બેટ પકડીને વિકેટ
આગળ સ્ટાન્સ લે એટલે
તદ્દન બદલાઈ જાય. હેલિકોપ્ટર શોટ તો એવો મારે છે કે ખુદ ધોની પણ દિગ્મૂઢ બની જાય.
હરિયાણાના રોહતકના રૂપનગરની પરી શર્માના બેટિંગ-બોલિંગ વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે. ભારતીય
ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર આકાશ ચોપરાએ પરીનો વીડિયો ફેસબુક પર શેઅર કર્યો ત્યારથી તેના વીડિયોને 2 કરોડથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે અને દેશ-વિદેશના ક્રિકેટર્સ પણ પરીની ક્રિકેટિંગ સ્કિલ પર આફરિન



પોકારી રહ્યા છે. અને તેના પિતા કમ કોચ પ્રદીપ શર્માએ બહુ મોકળાશથી વાતો કરી હતી. એમની સાથેની વાતોમાં ફિલ્મ દંગલનો એ ડાયલોગ વગર કહ્યે સતત સંભળાતો રહે છે: મ્હારી છોરી છોરો સે કમ હૈ કા?
પરી કહે છે
કે, હું રોજ 8થી 10 કલાક પ્રેક્ટિસ કરું છું. સવારે 5થી 8/9, બપોરે 2થી 5 અને સાંજે 6થી 8. ઘરે ઇન્ડોરમાં અને ઘરની બહાર એક ગ્રાઉન્ડ છે, ત્યાં પ્રેકિટસ પણ કરું અને મેચ પણ રમું છું. મને બોલિંગ કરતા વધારે બેટિંગ કરવી વધારે ગમે છે. આજકાલ હેલિકોપ્ટર શોટ પર કામ કરી રહી છું. તેના પપ્પા કહે છે કે, તેણે ઘરનો એકપણ કાચ બાકી નથી રાખ્યો, બધા ફોડી નાખ્યા છે. મને કોઈ ફરિયાદ નથી. બસ, ઘરે સીઝનથી રમવાની ના પાડું છું, કારણકે એ બહુ જોરથી ફટકારે છે.





રિલેટેડ ન્યૂઝ