સોને જૈસા દાંત હૈ તેરા સોને જૈસા બાલ!

દુનિયાભરમાં રેપર્સ માત્ર મ્યુઝિક જ નહીં પણ તેમની હટકે લાઈફસ્ટઈલથી ચાહકોના દિલ જીતી લે છે. આ રેપર્સ તેમના લુકમાં એવા ફેરફાર કરાવે છે કે જોનારા જોતા જ રહી જાય છે.
મેક્સિકન રેપર ડેન સરે સોશિયલ મીડિયા પર તેનો ફોટો પોસ્ટ કરીને બધાને વિચારતા કરી દીધા છે. ડેને માથા પર વાળની જગ્યાએ સોનાની ચેન ઇમ્પ્લાન્ટ કરાવી છે. 23 વર્ષીય રેપરે સર્જરી કરાવીને નેચરલ હેરની જગ્યાએ ગોલ્ડ ચેન ઇમ્પ્લાન્ટ કરાવી. ડેને સોશિયલ મીડિયા પર તેના નવા લુકના વીડિયો અને ફોટો શેર ર્ક્યા હતા. રેપરે ન્યૂઝ એજન્સી ડેલી મેલને જણાવ્યું કે, મારે સોનાની ચેન માથા પર લટકતી હોય તેવો લુક જોઈતો હતો. આથી જમારા માથામાં હેરની જગ્યાએ મેં ખોપરીમાં ઇમ્પ્લાન્ટ કરાવ્યું. હું મારા નવા લુકથી ઘણો ખુશ છું.
આ લુક મને મારા મ્યુઝિકલ કરિયરમાં મદદ કરશે. ઘણા બધા લોકો તેમના હેરનો કલર ચેન્જ કરાવે છે પણ મારા
જેવો લુક આજ સુધી કોઈએ ટ્રાય કર્યો નથી. હું ઈચ્છું છું કે, કોઈ મારો લુક કોપી ના કરે. રેપર ડેને કોઈ પહેલીવાર લુકમાં ચેન્જ નહીં કર્યો. આની પહેલાં તેણે દાંત પર સોનાનું લેયર કરાવડાવ્યું હતું. રેપરે સોનાનાં દાંતને બ્રશ કરતો વીડિયો ટિકટોક પર શેર કર્યો હતો.

રિલેટેડ ન્યૂઝ