સિડનીમાં ટીમ ઇન્ડિયા ફેમિલી ટૂર માણી રહી છે

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયેલી ટીમ ઈન્ડિયાએ પોતાનું અભિયાન શરૂ કર્યું છે. પ્રથમ બે વનડે મેચ હાર્યા બાદ ટીમે ત્રીજી વનડે જીતી લીધી હતી. વનડે બાદ ભારતે ટી 20 સિરીઝ રમવાની છે અને ત્યારબાદ ચાર ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે. ઓસ્ટ્રેલિયા સામેની ચાર મેચની ટેસ્ટ સિરીઝમાં સામેલ ખેલાડીઓ પણ ટીમ સાથે ઓસ્ટ્રેલિયામાં જ હાજર છે અને પ્રેક્ટિસની સાથે આ ખેલાડીઓ પણ મસ્તી કરી રહ્યા છે.
ભારતના ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે અને રવિચંદ્રન અશ્વિન તેમની પુત્રીઓ સાથે આઉટિંગ પર ગયા હતા. ઓફ સ્પિનર અશ્ર્વિને તેના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે, જેમાંત્રણેય ખેલાડીઓ તેમના બાળકો સાથે પાર્કમાં ફરતા નજરે પડી રહ્યા છે.અજિંક્ય રહાણેએ પણ આ જ ફોટોને અલગ કેપ્શન સાથે પોસ્ટ કર્યો છે જ્યારે પૂજારાએ બીજો કોઈક ફોટો પોસ્ટ કર્યો છે. આ ત્રણેય ખેલાડીઓ
ઓસ્ટ્રેલિયા સાથેની મર્યાદિત ઓવરની સિરીઝનો ભાગ નથી. ભારતે પ્રથમ વખત બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2018-19માં ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતી હતી. તે સિરીઝમાં ચેતેશ્વર
પૂજારાએ ચાર મેચમાં 521 રન બનાવ્યા
હતા. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી અંતર્ગત ચાર મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ 18મી ડિસેમ્બરે એડિલેડમાં રમાશે, તે ડે-નાઇટ ટેસ્ટ હશે.

રિલેટેડ ન્યૂઝ