સિક્યુરિટી ગાર્ડમાંથી IIMના પ્રોફેસર સુધી

ધોનીના રાંચીથી આવી સંઘર્ષથી સફળતાની બેમિશાલ કહાની

મન હોય તો માળવે જવાય- આ ક્હેવત તમે સાંભળી જ હશે. પરંતુ જો તમને આ વાત પર વિશ્ર્વાસ ન હોય તો 28 વર્ષીય રંજીત રામચંદ્રનના જીવનની આ ક્હાની વાંચી લેવી જોઈએ. રંજીત, સિક્યોરટી ગાર્ડની નોક્રી ક્રતા હતા અને એક્ નાનક્ડી ઝૂંપડીમાં રહેતા હતા. પરંતુ તેમણે સપનું જોવાની હિંમત ક્રી અને તેને સાક્ાર ક્રવા માટે પ્રયત્નો ર્ક્યા. ક્ેરળના રંજીત એક્ પ્રોફેસર છે અને તે પણ રાંચી આઈઆઈએમમાં. 9મી એપ્રિલના રોજ તેમણે ફેસબુક્ પર પોતાના ઘરના એક્ ફોટો સાથે સંઘર્ષની ક્હાની શેર ક્રી હતી.
રંજીતની આ પોસ્ટ પર હજારો
રિએકશન આવ્યા છે અને અનેક્ લોક્ોએ તેને શેર ર્ક્યા છે. તેણે લખ્યું ક્ે, મારો આ ઘરમાં જન્મ થયો, અનેક્ ખુશીઓ અહીં જોઈએ… તમને જણાવી દૃઉં ક્ે આ ઘરમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટના એક્ આસિસ્ટન્ટ પ્રોફેસરનો જન્મ થયો હતો. હું આ ઘરથી આઈઆઈએમ-રાંચી સુધીનો સફર તમારી સાથે શેર ક્રી રહૃાો છું. શક્ય છે ક્ે મારી સફળતાની ક્હાની ક્ોઈને પોતાના સપના સાક્ાર ક્રવામાં મદૃદૃરૂપ સાબિત થઈ જાય. રામચંદ્રનને પ્રાથમિક્ અભ્યાસ પૂરો ર્ક્યો પછી તેઓ ઈક્ોનોમિકસ ભણવા માટે સેન્ટ પીઅસ એકસ ક્ોલેજમાં ગયા, પરંતુ તેમણે અહીં અનુભવ્યું ક્ે તેમનો પરિવાર ભણતરનો ખર્ચ ઉઠાવી નહીં શક્ે. તેમણે ભણવાનુંછોડવાનો નિર્ણય ર્ક્યો. તે દૃરમિયાન રંજીતે નાઈટ વૉચમેનની નોક્રીની એક્ જાહેરાત જોઈ અને નોક્રી માટે અરજી ક્રી. સદ્દનસીબે તેમને પાનાથૂરમાં બીએસએનએલ ટેલીફોન એકસચેન્જમાં નાઈટ વૉચમેનનું ક્ામ
પણ મળી ગયું.
તે આગળ લખે છે ક્ે, હું દિૃવસે ક્ોલેજ જતો હતો અને રાતના સમયે ટેલીફોન એકસચેન્જમાં ક્ામ ક્રતો હતો. આ નોક્રી મેં પાંચ વર્ષ સુધી ક્રી. શરુઆતમાં મહિનાના 3500 રુપિયા મળતા હતા જે પાંચ
વર્ષમાં 8 હજાર સુધી પહોંચી ગયા હતા. પોસ્ટ ગ્રેજ્યુએશન પછી તેમણે પીએચડી માટે આઈઆઈટી મદ્રાસમાં એડમિશન લીધું. પરંતુ રામચંદ્રનને માત્ર મલયાલમ ભાષા આવડતી હતી. આ ક્ારણે મને અનેક્ મુશ્ક્ેલીઓનો સામનો ક્રવો પડ્યો અને મેં પીએચડી છોડવાનો નિર્ણય લીધો. જો ક્ે તેમના ગાઈડ સુભાષે તેમને રોક્યા. તેમણે 3 પબ્લિક્ેશન્સ સાથે 4 વર્ષ 3 મહિનામાં પોતાનું પીએચડી પૂરું ર્ક્યું અને ગયા વર્ષે ઓકટોબર મહિનામાં આઈઆઈએમ રાંચીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર માટે અરજી ક્રી. ડિસેમ્બર મહિનાથી તે બેંગ્લોરની ક્રાઈસ્ટ યૂનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હતા. રંજીતને આઈઆઈએમથી અપોઈન્ટમેન્ટ લેટર મળી ચૂક્યો છે. તે સૌથી પહેલા લોન લઈને પોતાના પરિવાર અને ભાઈ-બહેન માટે ઘર બનાવવા માગે છે.

રિલેટેડ ન્યૂઝ