સાઉથ આફ્રિકાએ ટોસ જીતી બેટિંગ કરી, વિસ્ફોટક મલાન 6 રને આઉટ

ભારત તરફથી વૈંકટેશ અય્યર, સાઉથ આફ્રિકા તરફથી માર્કો જેન્સને કર્યું ડેબ્યુ, સાઉથ આફ્રિકાનો સ્કોર 23/1

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાર્લમાં રમાઇ રહેલી પ્રથમ વન-ડેમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પહેલી બેટીંગની પસંદગી કરી છે. દક્ષિણ આફ્રિકાની ટીમે પ્રથમ દાવમાં ઉતરી 5.2 ઓવરમાં 23 રન બનાવી એક વિકેટ ગુમાવી હતી. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની સિરીઝનો પ્રારંભ થયો છે. જેમાં આજે સાઉથ આફ્રિકાની ટીમ ટોસ જીતીને પ્રથમ બેટીંગની પસંદગી કરી છે તથા આ મેચમાં રોહિત શર્માની ગેરહાજરીમાં કે.એલ.રાહુલને ટીમની કમાન સોંપવામાં આવી છે તો બીજી તરફવિરાટ કોહલીને કેપ્ટનશીપમાંથી હટાવાયા બાદ પ્રથમ વખત વન-ડે મેચમાં ખેલાડીની ભૂમિકા ભજવશે.
પ્રથમ દાવમાં ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમને 4.2 ઓવરમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. જસપ્રિત બુમરાહના બોલમાં
મલાન 6 રન બનાવી આઉટ થયો હતો. આ સાથે જ ટીમનો સ્કોર 19 રને એક વિકેટ નોંધાયો છે. આ ઉપરાંત આ વન-ડે સિરીઝથી સાઉથ આફ્રિકાનો માર્કો જેન્સન તથા ભારતનો વેંકટેશ અય્યર ડેબ્યુ કરી રહ્યાં છે.

રિલેટેડ ન્યૂઝ