શ્રીલંકન બોલર, ધ ફિક્સર

મેચ ફિક્સિંગના આરોપમાં પહેલા જ સસ્પેન્સનનો સામનો કરી રહેલા શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર અને બોલિંગ કોચ નુવાન ઝોયસાને આઈસીસીએ ત્રણ અપરાધોમાં દોષિત માન્યો છે. આઈસીસીએ ગુરુવારે આ જાણકારી આપી હતી.
નુવાન ઝોયસા પર નવેમ્બર 2018માં આઈસીસી એન્ટી કરપ્શન કોડ અંતર્ગત આરોપ નક્કી કરાયા છે અને તે બધા આરોપોમાં દોષિત સાબિત થયો છે. નુવાન ઝોયસા પર નવેમ્બર 2018માં આઈસીસી એન્ટી કરપ્શન કોડ
અંતર્ગત આરોપ નક્કી કરાયા છે અને તે બધા આરોપોમાં દોષિત સાબિત થયો છે. આઈસીસીએ પ્રેસ રિલીઝમાં કહ્યું કે તે નિંલંબિત રહેશે અને તેની સજાની જાહેરાત પછી કરવામાં આવશે. ઝોયસાને યૂએઈમાં એક ટી-20 લીગદરમિયાન ભ્રષ્ટાચારમાં લિપ્ત હોવાના કારણે મે 2019માં અસ્થાઇ રુપથી નિલંબિત કરવામાં આવ્યો હતો. શ્રીલંકા તરફથી 30 ટેસ્ટ અને 95 આંતરરાષ્ટ્રીય વન-ડે રમનાર ઝોયસાની સપ્ટેમ્બર 2015માં શ્રીલંકાના બોલિંગ
કોચ તરીકે નિમણુક કરવામાં આવી હતી. તે શ્રીલંકા ક્રિકેટના હાઇ પર્ફોમન્સ કેન્દ્રમાં કામ કરતો હતો જેના કારણે તેને વર્તમાન આંતરરાષ્ટ્રીય ખેલાડીઓના સંપર્કમાં આવવાની તક મળી હતી. તમને જણાવી દઈએ તે ઝોયાસા ટેસ્ટ મેચના પ્રથમ ત્રણ બોલ પર હેટ્રિક ઝડપનાર પ્રથમ ખેલાડી છે.

રિલેટેડ ન્યૂઝ