શ્રીલંકન ખેલાડીઓનાં 6 મહિનાથી પગાર બાકી

શ્રીલંકન ક્રિકેટ બોર્ડ અને ખેલાડી વચ્ચે મહિનાઓથી ચાલતા વિવાદનો કોઇ ચોક્કસ નિવેડો જ આવી રહ્યો નથી. આના કારણે એન્જેલો મેથ્યૂઝ જેવા ઓલરાઉન્ડરે પણ નિવૃત્તી લઈ લીધી છે. શ્રીલંકન ટીમના કરુણારત્ને અને કુસલ પરેરાએ પણ કોન્ટ્રાક્ટ સાઇન કરવાની ના પાડી દીધી છે. હવે આ વિવાદ યુવા ખેલાડીઓને પણ હેરાન કરી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી વિવાદના કારણે ખેલાડીઓને પગાર અપાતો નથી. તેવામાં ખેલાડીઓ આર્થિક મુશ્કેલીઓની સાથે સામાજિક સમસ્યાઓનો પણ સામનો કરી રહ્યા છે. ઘણા ખેલાડીઓમા આના કારણે લગ્ન પણ અટકી ગયા છે. આ સંદર્ભે શ્રીલંકન ખેલાડીએ બોર્ડને લેટર લખ્યો હતો. જેમાં સ્પષ્ટપણે તેમને બોર્ડને કહ્યું હતું કે અમારો જાન્યુઆરીથી પગાર થયો નથી. પ્લીઝ અમને સેલેરી આપો, અમે કોઇપણ પ્રકારનો કોન્ટ્રાક્ટ સાઇન કરવા માટે તૈયાર છીએ. અત્યારે શ્રીલંકન ખેલાડીઓ ટૂર-ટુ-ટૂર કોન્ટ્રાક્ટ પર રમી રહ્યા છે. આમાં સિરીઝ પ્રમાણે પગાર અપાય છે, મેચ દર મેચ નિશ્ચિત રકમ ખેલાડીને ચૂકવી દેવામાં આવે છે. આ કોન્ટ્રાક્ટમાં જો કોઇ ખેલાડીને મેચ રમવા માટે પસંદ ના કરાય તો પગાર મળતોનથી. ઇંગ્લેન્ડ અને ઈન્ડિયા સામેની સિરીઝ માટે પણ આ પ્રમાણે શ્રીલંકાની ટીમની પસંદગી કરવામાં આવી હતી. કેપ્ટન દસુન શનાકા સહિત ટીમમાં પંસદગી પામેલા ખેલાડીઓને માત્ર સિરીઝની સેલેરી મળશે.આની અસર
શ્રીલંકન ટીમના પ્રદર્શન પર પડી રહી છે. શ્રીલંકન ટીમને બાંગ્લાદેશ સામેની વનડે સિરીઝ અને ઇંગ્લેન્ડ સામેની વનડે તથા ટી-20 સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ઓછામાં પુરુ શ્રીલંકન ટીમ ઈન્ડિયા સામેની પહેલી મેચ હારી ગઈ છે. શ્રીલંકન ખેલાડીઓએ 17 જુલાઈએ બોર્ડને લેટર લખ્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે અમને નવી સિસ્ટમ અંતર્ગત 1 જાન્યુઆરી 2021 સુધી પગાર નથી મળ્યો. હવે માર્ચ મહિનાથી તો તમે નવી સિસ્ટમને પણ રદ કરી દીધી છે.

અત્યારે અમારી પરિસ્થિતિ એવી છે કે તમે જે કંઇ પણ નવા નિયમો લાવ્યા છો એ અંગે અમને કંઈ પણ જાણ નથી. તેથીજ અમારે લેખિતમાં નોટિસ આપવી પડી છે.

રિલેટેડ ન્યૂઝ