વિશ્ર્વવિક્રમી ગણિતજ્ઞને જોઇ વિદ્યા બાલન પણ બોલી ઉઠશે ઉલ્લા લા… ઉલ્લા લા..!

ભારતીય ગણિતજ્ઞા શકુંતલા દેવીએ ચાર દાયકા પહેલા સૌથી ઝડપી ગણતરી કરી ગીનીઝ રેકોર્ડ સૃથાપ્યો હતો, પરંતુ ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ દ્વારા હવે તેમને સૌથી ઝડપી માનવી ગણતરી કરનારનો એવોર્ડ આપ્યો હતો.
લાંબા સમયથી આ એવોર્ડ તેમને અપાયો નહતો. શકુંતલા દેવીએ 18 જૂન, 1980ના રોજ લંડનની ઇમ્પિરીયલ કોલેજ ખાતે અડસટ્ટે પસંદ કરેલા 13 આંકડાનો ગુણાકાર માત્ર 28 સેકંડમાં જ કરી દીધો હતો. શકુંતલા
દેવીની પુત્રી અનુપમા બેનર્જીએ આ સર્ટિફિકેટ સ્વીકાર્યો હતો.હું જ્યાં પણ જતી લોકોએ એમ જ કહેતા શું રેકોર્ડ કર્યો હતો? આમ મને જાણ થઇ કે એ રેકોર્ડ જબરજસ્ત હતો. આખા વિશ્વમાં એ એક મોટી સિદ્ધિ હતી.મને યાદ છે કે લંડનમાં કોવેન્ટ્રી રોડ પર એક મનોરંજન ક્ષેત્ર ટ્રોકાડેરો સેન્ટર છે. ત્યાં એક રૂમમાં મારી માતાનો ફોટો છેએમ બેનર્જીએ કહ્યું હતું. એમેઝોન પ્રાઇમ વિડીયો પર શકુંતલા દેવીની વાર્તા
પર આધારિત હિન્દી ફિલ્મ શતુંતલા દેવીની રજૂઆતના એક દિવસ પછી આ એવોર્ડ અપાયો હતો. અનુ મેનન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં વિદ્યા બાલન શકુંતલા દેવીની ભૂમિકા ભજવે છે.બાલને એટલા માટે ખુશ હતી કે હવે તેની પાસે યાદોને વાગોળવા સર્ટિફિકેટ છે.રિલેટેડ ન્યૂઝ