વિશ્ર્વનાં ‘ફાઈવ’ સ્ટાર સ્ટેડિયમમાં એક લટાર

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે જીત મેળવી લીધી છે. સીરિઝની ચોથી ટેસ્ટ મેચ પણ આ જ મેદાન પર 4 માર્ચના રોજ રમાવવાની છે. આ સ્ટેડિયમમાં દર્શકોની કુલ ક્ષમતા 1,36,000ની છે. પરંતુ કોરોના મહામારીને લીધે મેચમાં 50 ટકા દર્શકોને જ અનુમતિ આપવામાં આવી છે. મોટેરા પહેલા મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ હતું. તો ચાલો જોઈ લઈએ દુનિયાના સૌથી મોટા 5 ક્રિકેટ સ્ટેડિયમ અંગે.
મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ
જૂના સ્ટેડિયમમાં પહેલા 53000 દર્શકોને બેસાડવાની ક્ષમતા હતી, પરંતુ હવે આ નવા સ્ટેડિયમમાં 1,36,000 દર્શકોને બેસાડી શકાય તેટલી ક્ષમતા છે.
અમદાવાદમાં આવેલું આ સ્ટેડિયમ 63 એકરમાં ફેલાયેલું છે અને તેને બનાવવામાં લગભગ 700 કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે. આ સ્ટેડિયમમાં 76 કોર્પોરેટ બોક્સ, ચાર ડ્રેસિંગ રૂમ સિવાય ત્રણ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ પણ છે. એક સાથે ચાર ડ્રેસિંગ રૂમવાળું આ દુનિયાનું પહેલું સ્ટેડિયમ છે. વરસાદનું પાણી બહાર કાઢવા માટે અહીં આધુનિક સિસ્ટમ લગાડવામાં આવી છે. 24 ફેબ્રુઆરીથી અહીં રમાનારી ડે-નાઈટ મેચ માટે ખાસ રીતની એલઈડી લાઈટ્સ પણ લગાડવામાં આવી છે. દેશનું આ પહેલું સ્ટેડિયમ છે, જ્યાં એલઈડી લાઈટ્સમાં મેચ રમવામાં આવશે. ગયા વર્ષે 24 ફેબ્રુઆરીના રોજ આ જ સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાયો હતો.
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ
ઓસ્ટ્રેલિયાનું મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ દુનિયાના સૌથી જૂના સ્ટેડિયોમોમાનું એક છે. આ વિશ્વનું બીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. અહીં દર્શકોને
બેસાડવાની ક્ષમતા 1,00,024ની છે. આ સ્ટેડિયમને 1853માં બનાવવામાં આવ્યું હતું. 1877માં આ મેદાન પર ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની વચ્ચે ઈતિહાસની પહેલી ટેસ્ટ મેચ રમાઈ હતી. ક્રિકેટ સિવાય આ મેદાનનો ઉપયોગફૂટબોલ, રગ્બી, ટેનિસ અને વિભિન્ન સંગીત કાર્યક્રમો માટે કરવામાં આવી ચૂક્યો છે. ખઈૠ 1956ના સમર ઓલમ્પિક અને 2006ના રાષ્ટ્રમંડળ ખેલના આયોજનનું મુખ્ય કેન્દ્ર રહ્યું હતું.
ઈડન ગાર્ડન્સ
કોલકાતામાં
આવેલું ઈડન ગાર્ડન્સ ભારતનું બીજા નંબરનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે, જ્યાં એકસાથે 66,000 પ્રેક્ષકો મેચોની મજા માણી શકે તેમ છે. આ ક્રિકેટ મેદાનને ભારતીય ક્રિકેટનું મક્કા પણ કહેવામાં આવે છે. આ ભારતનું સૌથી લોકપ્રિય સ્ટેડિયમ છે. 1864માં તેની સ્થાપના પછી આ સ્ટેડિયમ 2001માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ઐતિહાસિક ટેસ્ટ મેચ, વન ડે ક્રિકેટમાં રોહિત શર્માની સૌથી મોટી ઈનિંગ જેવા ઘણા યાદગાર પળોનું સાક્ષી છે. આ આઈપીએલની ટીમ કોલકાતા નાઈટરાઈડર્સનું હોમગ્રાઉન્ડ પણ છે.
શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ
આધુનિક સુવિધાઓથી સજ્જ આ સ્ટેડિયમ છત્તીસગઢના નવા
રાયપુરમાં આવેલું છે. 2008માં તૈયાર થયેલા આ સ્ટેડિયમમાં 65,000 દર્શકો બેસી શકે છે. જોકે હજુ સુધી આ મેદાન પર એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ નથી. 2010માં અહીં પહેલી વખત એક પ્રેક્ટિસ મેચ રમવામાં આવી હતી. જે છત્તીસગઢની રણજી ટીમ અને કેનેડાની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ વચ્ચે રમાઈ હતી. તે સિવાય આઈપીએલ 2013માં દિલ્હી ડેયરડેવિલ્સ અને પુણે વોરિયર્સ વચ્ચે મેચ રમાઈ હતી.
પર્થ સ્ટેડિયમ
2017માં બનીને તૈયાર
થયેલા આ સ્ટેડિયમને ઓપ્ટસ સ્ટેડિયમ પણ કહેવામાં આવે છે. 60,000 દર્શકોની ક્ષમતાવાળું આ ઓસ્ટ્રેલિયાનું બીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. અહીં 28 જાન્યુઆરી 2018ના ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી વખત વન ડે મેચ રમાઈ હતી. આ ગ્રાઉન્ડ પર પહેલી ટેસ્ટ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 2018માં રમાઈ હતી. ક્રિકેટની સાથે તેનો ઉપયોગ ફૂટબોલ મેચો માટે પણ કરવામાં આવે છે.

રિલેટેડ ન્યૂઝ