વર્લ્ડકપ વિજેતા ધોનીએ ક્યાંની બાધા પૂરી કરવા મૂંડન કરાવ્યું હતું?

ભારતની બીજા વર્લ્ડ કપને જીતને આજે 10 વર્ષ પુરા થયા છે. શ્રીલંકાની સામે 2 એપ્રિલ 2021 મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં ગૌતમ ગંભીરના 97 અને કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના નાબાદ 91 રનોના કારણે ભારતે આ મેચને 6 વિકેટથી જીતી હતી. વર્લ્ડ કપ જીત બાદ ધોનીએ મુંડન કરાવ્યું હતું. જો કે, હવે આ વાતનો ખુલાસો થયો છે કે, ધોનીએ કેમ મુંડન કરાવ્યું હતું.
2021 વર્લ્ડ કપ દરમિયાન ટીમના મેનેજર
રંજીબ બિસ્વાલે ખુલાસો કર્યો છે કે, આખરે કેમ ધોનીએ જીત બાદ તેમના માથે મુંડન કરાવ્યું હતું. બિસ્વાલે જણાવ્યું કે, જીત બાદ ખેલાડી સવારે 4.30 વાગ્યા સુધી પાર્ટી કરતા રહ્યા. તેમને અશ્ચર્ય ત્યારે થયો જ્યારે ધોનીએ સવારે માથે મુંડન કરાવી લીધું છે. આ બધું આશ્ચર્યચકિત કરે એવી ક્ષણ હતી. ફાઇનલ બાદ સવારે અમે લોકો ધોનીને આ રૂપમાં જોઇશું તેનો કોઈ અંદાજો ન હતો. અમે બધાએ મોડી રાત્રી સુધી ડ્રેસિંગ રૂમમાં ઉજવણી કરી, ત્યારબાદ અમે બધા પોત પોતાના રૂમમાં જતા રહ્યા હતા, સવારે જે અમે તું તે આશ્ચર્યજનક હતું. ધોનીએ માથે મુંડન કરાવી લીધું હતું. તેમને જોય બાદ તો થોડી વાર અમે અશ્ચર્યમાં મુકાઈ ગયાહતા. બિસ્વાલે આગળ કહ્યું કે જ્યાં સુધી ઉજવણી ચાલી રહી છે ત્યાં સુધી ધોની અમારી સાથે હતા. બાદમાં તે તેના રૂમમાં ગયો અને માથું મુંડન કર્યું. તેણે આ વિશે કોઈને કહ્યું નહીં. ધોની પોતાની ભાવનાઓને
પોતાની અંદર રાખે છે અને વધારે અભિવ્યક્તિ કરતા નથી. મને લાગે છે કે ધોનીએ પ્રતિજ્ઞા લીધી હશે. ખરું કારણ શું હતું તે આપણે પણ જાણતા નથી. જ્યારે ભારતે વર્લ્ડ કપ જીત્યો ત્યારે ઘણા લોકો એમ પણ કહેતા હતા કે વર્લ્ડ કપ શરૂ થાય તે પહેલા ધોનીએ રાંચીમાં તેના ઘરની નજીક આવેલા મંદિરની બાધા માની હતી. તેમને મંદિરના પૂજારી દ્વારા સવારે પોણા ત્રણથી ત્રણ વાગ્યાની વચ્ચે મુંડન કરવાની સલાહ આપવામાં આવી હતી. અમને જણાવી દઈએ કે ધોની ભારતનો સૌથી સફળ કેપ્ટન રહ્યો છે. ધોનીની કપ્તાની હેઠળ ભારતે બે વર્લ્ડ કપ અને એક ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.

રિલેટેડ ન્યૂઝ