લોકડાઉનનો ભંગ: ક્રિકેટરને થયો દંડ

ચેન્નાઈ: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓલ-રાઉન્ડર રોબિન સિંહને લોકડાઉનના ઉલ્લંઘન બદલ દંડ ભરવો પડ્યો છે. ગઇકાલે રોબિન સિંહ ચેન્નાઈમાં પોતાની કાર લઈને રસ્તા પર નીકળ્યો હતો. આ દરમિયાન પોલીસે તેને પકડ્યો હતો અને લોકડાઉન તોડવા બદલ તેને 500 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને તેની કાર પણ જપ્ત કરી હતી. સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે 56 વર્ષીય ભૂતપૂર્વ ક્રિકેટર પોતાની કારલઈને શાકભાજી ખરીદવા નીકળ્યો હતો. આ દરમિયાન પોલીસે લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તેને પકડ્યો હતો અને તેને દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત તેની કાર પણ જપ્ત કરી દેવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ