લાલ ગુલાબ પર વાદળી સાપ

શું તમે ક્યારેય વાદળી કલરનો સાપ જોયો છે? તે પણ ગુલાબથી લપેટાયેલો? આવા જ એક દુર્લભ દ્રશ્યનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને ઘણા લોકોને આશ્ચર્ય થયું છે! આ વીડિયોને ટ્વિટર યૂઝર એ શેર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું કે, ખૂબ જ સુંદર બ્લુ પીટ વાઇપર. લોકો આ વિડીયોને ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. જોઇ શકાય છે કે વ્યક્તિએ એક ગુલાબ પકડ્યો છે. જેની આસપાસ વાદળીસાપ લપેટાયેલો છે. આ વ્યક્તિ વિડીયો બનાવવા માટે ધીમે ધીમે ફૂલ પણ ફેરવે છે. પરંતુ સાપ તેની જગ્યાએથી ટસનો મસ થતો નથી. આ દ્રશ્ય જોઈને લાગે છે કે જાણે સાપ ગુલાબના પ્રેમમાં છે! અનેક લોકોએ કમેન્ટ કરી
કે ’બ્લૂ પિટ વાઈપર’ એક ઝેરીલો અને ખતરનાક સાપ છે. આ સાપ હુમલો કરવામાં જરાપણ મોડું નથી કરતો. આ માટે લોકોએ એવી સલાહ આપી કે તેને દૂરથી જ જોવું અને ભૂલથી પણ સ્પર્શ કરવાની કોશિશ ન કરવી.

રિલેટેડ ન્યૂઝ