મુરલીધરન: મેદાન પછી… મોટા પડદે!

શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર મુથ્થૈયા મુરલીધરને ટેસ્ટ મેચમાં આઠસો વિકેટ લઇને વિક્રમ રચ્યો છે અને હજુ સુધી કોઇ તેના રેકોર્ડને તોડી શકયું નથી. હવે આ ક્રિકેટરના જીવન પરથી ફિલ્મ 800 બની રહી છે અને તેમાં તામિલ સ્ટાર વિજય સેતુપતિ મુખ્ય ભૂમિકા ભજવશે. આ ફિલ્મનું પોસ્ટર 13 ઓકટોબરે આઇપીએલની ચેન્નઇ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની મેચ અગાઉ સાંજે છ વાગ્યે સ્ટાર સ્પોર્ટ્સ અને સ્ટાર સ્પોર્ટ્સ વન તામિલ પર લોન્ચ કરવામાં આવશે તથા તે સમયે મુરલીધરન અને વિજય બંને હાજર રહેશે જેથી ચાહકોને તેમની વચ્ચે રહેલી સામ્યતા પણ જોવા મળશે.
મુરલીધરને જણાવ્યું હતું કે, પટકથાતૈયાર થયા બાદ અમને વિજય સિવાય અન્ય કોઇ કલાકારને લેવાનો વિચાર આવ્યો જ નહોતો. તે ટેલેન્ટેડ કલાકાર છે અને મારી જેમ જ બોલીંગ કરવાનો અભિનય સારી રીતે કરી શકશે. મને તેના પર પૂરો વિશ્વાસ છે.થ
વિજયે
કહ્યું હતું કે, મુરલીધરન સાથે બેસીને તેમની મેચ સંબંઘિત વાતો સાંભળવી ખૂબ ગમે છે. તેઓ સ્ટેમ્પ જેવા છે એટલે જયાં જાય ત્યાં પોતાની છાપ છોડે છે. તેમની રિયલ લાઇફ રસપ્રદ છે. ફિલ્મનું શાટિંગ 2021ના શરૂઆતમાં થશે અને અંતમાં ફિલ્મ રજૂ થશે.

રિલેટેડ ન્યૂઝ