મુકેશ અંબાણીના ઘર પાસેથી મળેલી કાર ગુજરાતી માલિકીની!

હિરેન મનસુખ નામના ગુજરાતીએ કહ્યુંં: કાર ખોટકાઈ જતાં રસ્તા પર છોડી દીધી હતી પણ ચોરાઈ ગઈ !

મુકેશ અંબાણીના ઘર નજીકથી મળેલી સ્કોર્પિયો કાર (2004નું મોડેલ) થાણેના ગુજરાતી હિરેન મનસુખની હોવાનું બહાર આવ્યું છે. 17 ફેબ્રુઆરીએ કારનું સ્ટીયરિંગ જામ થતાં એ કાર વિક્રોલી હાઈવે પર છોડી ગયો હતો. મનસુખે જણાવ્યું હતું કે 17 ફેબ્રુઆરીએ એક પારિવારિક કાર્યક્રમમાં જઈ રહ્યો હતો ત્યારે સ્ટીયરિંગ જામ થતાં કારને ઐરોલી - મુલુંડ પુલ પાસે પાર્ક કરી દીધી હતી. બીજા દિવસે જ્યારે હું મારી કાર લેવા ગયો ત્યારે એ સ્થળ પર મળી નહોતી. લગભગ ચાર કલાકની શોધખોળ કર્યા પછી મને સમજાયું કે એ ચોરી થઈ ગઈ છે. ત્યાર બાદ મેં વિક્રોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને એ અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો.મનસુખ શુક્રવારે પોલીસમાં હાજર થયો હતો. અંબાણી પરિવારના એન્ટિલિયાનાઘરથી લગભગ 200 મીટર દૂર પાર્ક કરાયેલી આ કારની તપાસ દરમિયાન કારનો નંબર પણ ખોટો હોવાનું જણાયું હતું, પરંતુ કારના ચેસીસ નંબરના આધારે કારમાલિક સુધી પોલીસ પહોંચી હતી.
એન્ટિલિયા નજીક બુધવારે
રાત્રે લગભગ 12.57 વાગ્યે આ કાર ઊભી કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજ પરથી પોલીસે શોધી કાઢ્યું છે કે સ્કોર્પિયો પાર્ક કર્યા પછી બહાર આવીને ચાલક એક સફેદ રંગની ઈનોવા આવી હતી.
બંને કારની હેડલાઈટ્સને
લીધે તેનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી. ઇનોવા કાર મુંબઈની બહાર ગઈ હોવાનું પોલીસે શોધી કાઢ્યું છે. વિસ્ફોટક ભરેલી કારનો ડ્રાઈવર સીસીટીવીમાં કેદ છે.
તેેને માસ્ક અને હૂડી પહેરેલાં છે. તે આ
કારમાંથી બહાર નીકળતો નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજમાં જોવા મળે છે, પરંતુ હેડલાઈટ્સને લીધે તેનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી. હાલમાં આ કારને યલોગેટ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ