મીની લોકડાઉન છતાં મુંબઈમાં IPL રમાડવા BCCIની જિદ્દ

આઇપીએલ-2021ની શરૂઆતને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. પરંતુ કોરોના વાયરસના કેસ સતત વધતા ટી-20 લીગના આયોજનમાં ફેરફાર થાય તેને લઇ ચર્ચા હતી. પરંતુ હવે બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ તેને લઇ સ્પષ્ટતા કરી છે. તેમણે કહી દીધુ છે કે મહારાષ્ટ્રમાં જો લોકડાઉન લાગે છે તો પણ મેચ ત્યાં જ રમાશે. ટી-20 લીગની શરૂઆત 7 એપ્રિલથી થઇ રહી છે અને મુંબઇમાં 10 મેચ રમાવાની છે.
સૌરવ ગાંગુલીએ કહ્યું,
લોકડાઉન થશે તો તે સારૂ થશે કારણ કે ત્યારે આસપાસ વધારે લોકો નહીં હોય. માત્ર લોકો પર જ ધ્યાન આપવું પડશે. જેઓ બાયો બબલમાં છે. તેમનું સતત ટેસ્ટિંગ પણ થઇ રહ્યું છે.થ તેમણે કહ્યું કે, જ્યારે તમે બાયો બબલમાં જતા રહેશો તો કંઇ થશે નહીં. ગત વર્ષે યૂએઇમાં પણ ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલા આવી જ કેટલીક ઘટનાઓ બની હતી. એકવાર ટૂર્નામેન્ટ શરૂ થઇ જશે તો તમામ વસ્તુઓ આપમેળે ઠીક થઇ જશે. ગત 24 કલાકમાં મુંબઇમાં લગભગ 9 હજાર કોરોના કેસ આવ્યા છે.
પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું કે, લોકડાઉનથી કોઇ મુશ્કેલી નથી. સરકાર તરફતી મેચનું આયોજન કરવા માટે પરમિશન મળેલી છે. મુંબઇમાં 10થી 25 એપ્રિલ



વચ્ચે માત્ર 10 મેચો રમાવાની છે. બાયો બબલમાં કોઇ પણ પ્રકારની મુશ્કેલી નથી આવતી. અમારૂ ખુબ જ સુરક્ષિત સેટઅપ છે. જ્યાં ખેલાડી અને સપોર્ટ સ્ટાફ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. ચાર ટીમોને પોતાની શરૂઆતની
મેચ મુંબઇમાં રમવાની છે. જેમા ચેન્નાઇ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ છે.

આઇપીએલ સાથે સંકળાયેલા 22 લોકો કોરોના પોઝિટીવ
બેંગ્લુરૂના સલામી બેટ્સમેન દવદત્ત પડિક્કલ કોરોના પોઝિટિવ આવ્યો છે. દેવદત્ત પડિક્કલ કોરોના સંક્રમિત થનાર ત્રીજો ખેલાડી છે. તેની પહેલા કેકેઆરનો નીતીશ રાણા અને દિલ્હી કેપિટલ્સનો અક્ષર પટેલ પણ કોરોના સંક્રમિત થઇ ચૂક્યો છે. ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમનો કંટેટ ટીમનો એક સદસ્ય પણ કોરોના સંક્રમિત છે. આ સિવાય વાનખેડે સ્ટેડિયમના 10 કર્મચારી અને બીસીસીઆઇ દ્વારા નિયુક્ત કરાયેલ આઇપીએલના પ્રબંધન સાથે જોડાયેલા 6 સભ્યો પણ કોરોના પોઝિટિવ છે. એટલે કે આઇપીએલ સાથે સંકળાયેલા 22 લોકો કોરોના સંક્રમિત છે.





રિલેટેડ ન્યૂઝ