મહારાષ્ટ્રના પરિવહનમંત્રી સામે પણ તોપ ફોડતા સચિન વાઝે

અનિલ પરબે પણ ગેરકાયદે વસુલતાનો ટાર્ગેટ આપ્યો હોવાની કોર્ટમાં નિવેદન

મહારાષ્ટ્રના રાજકારણમાં મહિને રૂ.100 કરોડની ખંડણી ઉઘરાવવાના કથિતકાંડમાં એન.આઈ.એ.ની કસ્ટડીમાં રહેલા મુંબઈના પોલીસ અધિકારી સચિન વાઝેએ મહારાષ્ટ્રના ગૃહ પ્રધાનનો ભોગ લીધા બાદ હવે સચિન વાઝેએ કોર્ટમાં લેખિત નિવેદન આપી વઘુ બે પ્રધાનનું નામ જાહેર કરી નવી સનસનાટી મચાવી છે. સચિનવાઝેએ કોર્ટમાં આપેલી લેખિત કબુલાતમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ ઉપરાંત રાજયના પરિવહન મંત્રી અનિલ પરબ પણ તેને ગેરકાયદે વસુલાત માટે લક્ષ્યાંક આપતા હતાં. આમ સચિનવાઝે કાંડમાં હવે
શિવસેનાના મંત્રીનું નામ પણ ઉછળતા મહારાષ્ટ્રના રાજકારણમાં નવો જ ખળભળાટ મચ્યો છે.

રિલેટેડ ન્યૂઝ