ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા રાહુલના સ્થાને સૂર્યકુમાર યાદવને ટીમમાં સામેલ કરાયો

ટીમ ઇન્ડિયાને ફટકો, કેએલ રાહુલ ઈજાને કારણે ટેસ્ટ શ્રેણીમાંથી આઉટ

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની બે મેચોની ટેસ્ટ સિરીઝ શરૂૂ થાય એ પહેલા જ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમનો ઓપનર કેએલ રાહુલ ઈજાને કારણે ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ જાણકારી આપી છે. પસંદગી સમિતિએ રાહુલના સ્થાને સૂર્યકુમાર યાદવને ટેસ્ટ ટીમમાં સામેલ કર્યો છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 25 નવેમ્બરથી કાનપુરમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. આ મેચ પહેલા કેએલ રાહુલ બહાર થતા ભારતીય ટીમ મેનેજમેન્ટની ચિંતામાં વધારો થયો છે. હવે પ્રથમ ટેસ્ટમાં કોણ ઓપનિંગ કરશે તે સૌથી મોટો સવાલ છે. મહત્વનું છે કે રોહિત શર્મા પણ આ ટેસ્ટ સિરીઝમાં રમવાનો નથી. તો વિરાટ કોહલી પણ બીજી ટેસ્ટથી ટીમ સાથે જોડાશે.
આ પહેલા સીમિત ઓવરોની ક્રિકેટમાં શાનદાર પ્રદર્શનકરનાર સૂર્યકુમાર યાદવને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પરંતુ તે જોવાનું રહેશે કે સૂર્યકુમાર યાદવને અંતિમ ઇલેવનમાં તક મળશે કે નહીં. મહત્વનું છે કે શ્રેયસ અય્યર પણ ટેસ્ટ ટીમમાં છે. તે
કોહલીની જગ્યાએ નંબર ચાર પર બેટિંગ કરી શકે છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમ: અજિંક્ય રહાણે, ચેતેશ્વર પૂજારા, સૂર્યકુમાર યાદવ, મયંક અગ્રવાલ, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, રિદ્ધિમાન સાહા, કેએસ ભરત, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, અક્ષર પટેલ, જયંત યાદવ, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા.

રિલેટેડ ન્યૂઝ