બેન્કોની લાં…બી હડતાળની તૈયારી

બેન્કોના ખાનગી કરણના વિરોધમાં કર્મચારી સંઘો આર યા પારનાં મૂડમાં

સરકારી બેંકોના ગ્રાહકો માટે જરુરી સમાચાર છે. બેંકો સંબંધિત તમામ જરુરી કામકાજ ફાટફટ પતાવી લો. બેંક ખાનગીકરણને લઈને બેંક યુનિયન એક વાર ફરી હડતાલ કરવાની તૈયારીમાં છે. હાલમાં ભારતીય કર્મચારી સંઘની પરિષદમાં દેશભરના સંગઠનોની સાથે બેઠક કરી છે. આ બેઠકમાં સભ્યોએ પોતાના આંદોલનને તેજ કરવાનું કહ્યું છે. ઉલ્લેખનીય છે કે બેંક યુનિયનોએ સરકારી બેંકોના ખાનગીકરણ કરવાનો નિર્ણય લેવાના વિરોધમાં બેઠક કરી જ્યાં દેશભરના બેંક યૂનિયન અને સંગઠનના સભ્યો સામિલ રહેશે. બેઠક બાદ સંગઠને બેંકોના ખાનગીકરણના કેન્દ્ર સરકારના પ્રસ્તાવના વિરુદ્ધ મોટા સ્તરે હડતાલની ધમકી આપી છે.
આ બેઠકમાં સમગ્ર દેશના વિભિન્ન શહેરોથી 262 જનરલ કાઉન્સિલ સભ્યોએ ભાગ લીધો. બેઠકમાં સર્વસમ્મતિ બેંક
ખાનગીકરણની જાહેરાતની વિરુદ્ધ આંદોલન તેજ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. સંઘની બેઠકમાં કહેવામાં આવ્યું કે સામાન્ય પરિષદની બેઠકે પૂરા દેશમાં હમારા તમામ યુનિયનો અને સભ્યોએ આહ્વાન કર્યુ છે કે તે બેંકના ખાનગીકરણની વિરુદ્ધ સંઘર્ષ જારી રાખશે. લાંબા સમય સુધી હડતાલ માટે તૈયાર રહો.
ઉલ્લેખનીય છે કે ખાનગીકરણના વિરોધમાં બેંક યુનિયને 15 અને 16 માર્ચે બે દિવસીય રાષ્ટ્રીય હડતાલ કરી હતી.જેમાં લગભગ 10 લાખ બેંક કર્મચારીઓએ ભાગ લીધો હતો. હડતાલના પહેલા દિવસે 16, 500 કરોડના ચેક અને ચૂકવણી ઉપકરણોની નિકાસીને અસર પહોંચી હતી.
દિલ્હી પ્રદેશ બેંક ઓફિસર અસોસિએશનના મહાસચિવ અશ્વિની રાણાએ એક
ન્યૂઝ ચેનલને કહ્યું કે આવનારા સમયમાં સતત બેંક બંધ રહેશે. તેવામાં લેવડદેવડ માટે ગ્રાહકો મોબાઈલ એપ, નેટ બેંકિંગ, એટીએમ જેવી સેવાઓ ઉપલબ્ધ રહેશે. લગભગ તમામ બેંકોની મોબાઈલ એપ હાજર છે. આ એપનો ઉપયોગ કરતા સમયે આના પર હડતાલની કોઈ અસર નહીં પડે.
બેંક યુનિયન પ્રતિનિધિઓનું કહેવું છે કે નાણા મંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2021-22માં જાહેરાત કરી હતી કે સરકારે નામ જણાવ્યા વગર આઈડીબીઆઈ
બેંક ઉપરાંત સરકારી બેંકોનું ખાનગીકરણ કરશે.
10 દિવસ બંધ રહેશે બેંકો

  • 10 એપ્રિલ - બીજો શનિવાર
  • 11 એપ્રિલ - રવિવાર
  • 13 એપ્રિલ - મંગળવાર - ઉગાડી, તેલુગુ ન્યૂ યર, બોહાગ બિહુ, ગુડી પડવા, વૈશાખી, બિજુ ફેસ્ટિવલ
  • 14 એપ્રિલ - બુધવાર - ડોક્ટર આંબાસાહેબ જયંતી. અશોકા ધ ગ્રેટ જયંતી, તમિલ ન્યૂ યર, મહા વિશુબા સંક્રાતિ, બોહાગ બિહુ.
  • 15 એપ્રિલ - ગુરુવાર - હિમાચલ ડે, વિશુ, બંગાળી ન્યૂયર, સરહુલ
  • 16 એપ્રિલ - શુક્રવાર - બોહાગ બિહુ
  • 18 એપ્રિલ - રવિવાર
  • 21 એપ્રિલ - મંગળવાર - રામ નવમી, ગરિયા પૂજા
  • 24 એપ્રિલ - ચોથો શનિવાર
  • 25 એપ્રિલ - રવિવાર- મહાવીર જયંતી
રિલેટેડ ન્યૂઝ