‘પૃથ્વી’ના જાયન્ટ ‘શો’ સામે ટીમ-ધોનીની અનહોની…

આઇપીએલની 13મી સીઝનની સાતમી મેચમાં દિલ્હી કેપિટલ્સે ચેન્નઈ સુપર કિંગ્સને 44 રને હરાવી છે. ચેન્નઈ સામે 22 મેચોમાં દિલ્હીની આ સાતમી જીત છે. ટોસ હારીને દિલ્હીએ ચેન્નઈને 176 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં ચેન્નઈ 131 રન જ કરી શકી. સીઝનમાં આ ચેન્નઈની સતત બીજી હાર છે.
દિલ્હીની જીતના હીરો પૃથ્વી શો અને કગીસો રબાડા રહ્યા. શોએ માં પોતાની પાંચમી ફિફટી મારી. તેણે 64 રનની ઇનિંગન્સ રમ,. જ્યારે
રબાડાએ 3 વિકેટ લીધી. દિલ્હી 2 મેચમાં 4 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર છે.ચેન્નઈ તરફથી ફાફ ડુ પ્લેસીસ (43) સિવાય અન્ય કોઈ બેટ્સમેન રન બનાવી શક્યું નથી. ફાફ સિવાય કેદાર જાધવે 26, એમએસ ધોનીએ 15 અને રવીન્દ્ર જાડેજાએ 12 રન કર્યા. દિલ્હી માટે રબાડા સિવાય એનરિચ નોર્ટજેએ 2 અને અક્ષર પટેલે 1 વિકેટ લીધી. ફાફ ડુ પ્લેસીસે માં 2 હજાર રન પૂરા કર્યા છે. આવું કરનાર તે 33મો ખેલાડી બન્યો છે. પ્લેસીસે 74મેચની 67મી ઇનિંગ્સમાં આ આંકડો ક્રોસ કર્યો. તેણે લીગમાં 14 ફિફટી મારી છે. દિલ્હી કેપિટલ્સે ચેન્નઈ સુપર કિંગ્સ સામે 20 ઓવરમાં 3 વિકેટે 175 રન કર્યા છે. તેમના માટે ઓપનર પૃથ્વી શોએ સર્વાધિક રન કર્યા,
જ્યારે ઋષભ પંતે 37*, શિખર ધવને 35 અને શ્રેયસ ઐયરે 26 રનનું યોગદાન આપ્યું. ચેન્નઈ માટે પીયૂષ ચાવલાએ 2 અને સેમ કરને 1 વિકેટ લીધી. પૃથ્વી શો પીયૂષ ચાવલાની બોલિંગમાં એમએસ ધોની દ્વારા સ્ટમ્પ થયો હતો. તેણે 43 બોલમાં 9 ફોર અને 1 સિક્સની મદદથી 64 રન કર્યા હતા. આ તેની માં પાંચમી ફિફટી હતી, જે તેણે 35 બોલમાં પૂરી કરી હતી.

રિલેટેડ ન્યૂઝ