પત્રકારો-જાણીતા લોકોની જાસૂસી ગંભીર : SC

રાષ્ટ્રીય સુરક્ષાના નામે તમે મોઢું ફેરવી ન શકો : કેન્દ્રને સુપ્રીમ ફટકાર

સુપ્રીમ કોર્ટમાં સોમવારે પેગાસસ મામલે સુનાવણી કરવાં આવી હતી. સુનાવણીમાં કેન્દ્ર સરકારે સ્પષ્ટ કહ્યું હતું કે તે આ મામલે સોગંધનામું દાખલ નહીં કરે. તેની પાછળનું કારણ જણાવતા કેન્દ્રએ કહ્યું હતું કે આવી બાબતીમાં સોગંધનામું દાખલ કરી શકાય નહીં. પરંતુ તે જાસૂસીના આરોપોની તપાસ કરવા માટે પેનલની રચના કરવા માટે સંમત છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પત્રકારો અને જાણીતા લોકોએ જાસૂસીની ફરિયાદ કરી છે અને આ ગંભીર મામલો છે.સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને કહ્યું હતું કે પેગાસસ જાસૂસી કાંડની સ્વતંત્ર તપાસની માગ કરતી અરજીઓમાં કેન્દ્ર પોતાનું સોગંધનામું રહું કરવા માંગતુ નથી. અમારી પાસે સંતાડવા માટે કશું જ નથી. એટલા માટે અમે પોતે જ કહ્યું હતું કે અમે નિષ્ણાંતોની એક પેનલની રચના કરીશું. કોઈ ખાસ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે નહીં, તે જાહેર મુદ્દો નથી, નિષ્ણાંતિની સમિતિનો રિપોર્ટ સુપ્રીમમાં રજુ કરવામાં આવશે.ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એનવી રમનાએ કહ્યું- ગઈ વખતે અમે જવાબ માંગતા હતા અને એ કારણે અમે તમને સમય આપ્યો. હવે તમે આવું કહી રહ્યા છો.
આ મુદ્દા પર વિચાર બાદ કેન્દ્ર સરકાર તે નિર્ણય પર પહોંચી છે કે આવા મુદ્દા પર
સોગંધનામાંના આધારે ચર્ચા કરવી જોઈએ નહીં. આના મુદ્દાઓ કોર્ટની સમક્ષ ચર્ચા માટે નથી. જો એક તે ગંભીર મુદ્દો છે અને કમિટી તેની તપાસ કરશે. કોઈ વિશેષ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે નહીંમ તે કોરટમાં સોગંધનામું કે ચર્ચાનો મુદ્દો ન હોય શકે. આ મુદ્દો જોખમી છે. રાષ્ટ્રીય સુરક્ષા અને જનતાના હિતને હોતા અમે આ મુદ્દા પર સોગંધનામું રજૂ કરવા નથી માંગતા.સુપ્રીમ કોર્ટે કહ્યું ગઈ વખતે પણ અમે સ્પષ્ટ કર્યું હતું કે અમે રાષ્ટ્રીય સુરક્ષા સબંધિત મુદ્દામાં કોઈ જ રસ નથી. અમે માત્ર મર્યાદિત જવાબ માંગ્યો હતો, તે પણ એવા મામલામાં, જેમાં લોકો અમારી સામે અધિકારોના ઉલ્લંઘનની ફરિયાદ કરી રહ્યા છે. જો તમે સ્પષ્ટ કરી શકો તો. આ સમગ્ર મામલો વિશેષ વર્ગના લોકો સુધી મર્યાદિત છે, તેમાં તેઓ આર્ટિકલ 21 હેઠળ ગોપનીયતાના ભંગની ફરિયાદ કરી રહ્યા છે.
અમે ફરી એકવાર કહી રહ્યા છીએ કે અમનેરાષ્ટ્રીય સુરક્ષા અથવા સંરક્ષણની બાબતોમાં માહિતી માંગવામાં કોઈ રસ નથી. અમે માત્ર એટલા માટે ચિંતિત છીએ કે પત્રકારો, એક્ટિવિસ્ટ વગેરે અમારી સામે આવ્યા છે અને માત્ર એ જાણવા માગીએ છીએ કે
સરકારે કોઈ પણ માધ્યમનો ઉપયોગ કર્યો છે કે જે કાયદા હેઠળ આવરી લેવામાં આવતો નથી.

પેગાસસ શું છે?
પેગાસસ એક સ્પાયવેર છે. સ્પાયવેર, જાસૂસી અથવા સર્વેલન્સ માટે વપરાતું સોફ્ટવેર છે. એના દ્વારા ફોન હેક કરી શકાય છે. હેક થયા બાદ ફોનનો કેમેરો, માઇક, મેસેજ અને કોલ સહિતની તમામ માહિતી હેકર્સને પહોંચી જાય છે. સ્પાયવેર ઇઝરાયેલની કંપની ગજઘ ગ્રુપ દ્વારા બનાવવામાં આવ્યું છે. ખોજી પત્રકારોનું આંતરરાષ્ટ્રીય ગ્રૂપનો દાવો છે કે ઇઝરાયલી કંપની ગજઘના જાસૂસી સોફ્ટવેર પેગાસસ દ્વારા 10 દેશોમાં 50 હજાર લોકોની જાસૂસી કરવામાં આવી છે. ભારતમાં પણ અત્યાર સુધીમાં 300 નામ સામે આવ્યા છે, જેમના ફોનની જાસૂસી કરવામાં આવી. તેમાં સરકારમાં સામેલ મંત્રીઓ, વિપક્ષના નેતા, પત્રકાર, વકીલ, જજ, ઉદ્યોગપતિ, અધિકારીઓએ, વૈજ્ઞાનિક અને એક્ટિવિસ્ટ સામેલ છે.
પેગાસસ કેવી રીતે કામ કરે છે?
સાયબર
સિક્યોરિટી રિસર્ચ ગ્રુપ સિટિઝન લેબના જણાવ્યા અનુસાર, હેકર્સ ડિવાઇસમાં પેગાસસ ઇન્સ્ટોલ કરવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. એક રસ્તો એ છે કે ટાર્ગેટ ડિવાઈઝ પર મેસેજ દ્વારા "એક્સપ્લોઈટ લિંક" મોકલવામાં આવે છે. યુઝર આ લિંક પર ક્લિક કરે કે તરત જ પેગાસસ આપોઆપ ફોનમાં ઇન્સ્ટોલ થઈ જાય છે. 2019માં વ્હોટ્સએપ મારફત ડિવાઈસીઝમાં પેગાસસ ઇન્સ્ટોલ કરવામાં આવ્યો ત્યારે હેકરોએ એક અલગ અભિગમ અપનાવ્યો હતો. ત્યારે હેકર્સે વ્હોટ્સએપના વીડિયો-કોલ ફીચરમાં બગનો ફાયદો ઉઠાવ્યો હતો. હેકર્સે નકલી વ્હોટ્સએપ એકાઉન્ટ દ્વારા ટાર્ગેટ ફોન પર વીડિયો-કોલ કર્યા હતા. આ દરમિયાન ફોનમાં પેગાસસ એક કોડ દ્વારા ઈન્સ્ટોલ કરવામાં આવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ