ન્યૂઝીલેન્ડને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાનું ધ્યાન સાઉથ આફ્રિકા પ્રવાસ પર કેન્દ્રિત

આગામી શ્રેણીમાં ટીમ ઈન્ડિયામાં થઈ શકે ધરખમ ફેરફાર: વન-ડેમાં વિરાટની કેપ્ટન શીપ છીનવાઈ શકે

ભારતીય ક્રિકેટ ટીમ ઘરેલૂ સિરીઝમાં ન્યૂઝીલેન્ડને માત આપ્યા બાદ હવે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરવાની છે. આ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા યજમાન ટીમની સાથે 3 ટેસ્ટ અને 3 વનડે મેચોની સિરીઝ રમશે.
ક્રિકેટ સાઉથ આફ્રિકાએ સોમવારે ભારત વિરુદ્ધ ઘરેલૂ સિરીઝનો અપડેટ કાર્યક્રમ
જાહેર કર્યો છે. ભારતે પહેલા આ પ્રવાસ પર ટી20 સિરીઝ પણ રમવાની હતી પરંતુ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન ફેલાયા બાદ આ સિરીઝને સ્થગિત કરી દેવામાં આવી. આ સિવાય પ્રવાસને એક સપ્તાહ ટાળી દેવામાં આવ્યો છે.
ક્રિકેટ સાઉથ આફ્રિકા તરફથી નવા કાર્યક્રમ પ્રમાણે બોક્સિંગ ડે ટેસ્ટનું આયોજન 26 ડિસેમ્બરથી થશે. સિરીઝની પ્રથમ મેચ સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં રમાશે. જ્યારે બીજી અને
ત્રીજી ટેસ્ટ જોહનિસબર્ગના વાન્ડર્સમાં રમાશે.
સિરીઝની બીજી ટેસ્ટ 3થી 7 જાન્યુઆરી 2022 સુધી રમાશે તો ત્રીજી અને અંતિમ ટેસ્ટ 11થી 15 જાન્યુઆરી વચ્ચે રમાશે. ત્યારબાદ ત્રણ મેચોની વનડે સિરીઝ રમાશે.
વનડે સિરીઝનું આયોજન 19થી 23 જાન્યુઆરી વચ્ચે થશે. સિરીઝની પ્રથમ બે વનડે પાર્લમાં જ્યારે ત્રીજી અને અંતિમ વનડે કેપટાઉનમાં રમાશે.
ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ સિરીઝ સમાપ્ત થયા બાદ ભારતને સાઉથ
આફ્રિકાનો પ્રવાસ ખેડવાનો છે. કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના કારણે આ પ્રવાસ જરૂૂરથી થોડો ટળી ગયો છે પરંતુ ભારતીય ટીમનું જવું ફાઇનલ છે. ટીમ ઇન્ડિયા માટે આ પ્રવાસ ખુબ જ મહત્ત્વનો સાબિત થવાનો છે. કારણ કે પસંદગીકારોએ હવે ભવિષ્યની તૈયારીઓ શરૂૂ કરી દીધી છે.
ભારતીય ટીમના સિનિયર બોલર ઇશાંત શર્માના સ્થાને પણ મંથન થવું શરૂૂ થઇ ગયું છે. ઇશાંત શર્માના નામે 300થી વધુ ટેસ્ટ વિકેટ છે. પરંતુ સતત
ઇજા અને ખરાબ પ્રદર્શનના કારણે તેની પસંદગીને લઇ સવાલો ઉઠી રહ્યા છે.
કારણ કે ઇશાંતના કારણે મોહમ્મદ સિરાઝને ટીમની બહાર બેસવું પડી રહ્યું છે, જે સતત સારૂ પ્રદર્શન કરી રહ્યો છે.
આવામાં સાઉથઆફ્રિકા પ્રવાસ માટે ઇશાંત શર્માની પસંદગી થશે કે નહીં તે પણ એક મોટો સવાલ છે. કારણ કે ટીમ ઇન્ડિયા પાસે ઉમેશ યાદવ પણ છે, જે ઝડપી બોલિંગની સાથે સ્વિંગ પર પણ ધ્યાન આપે છે. આ સિવાય પસંદગીકારોની નજર
પ્રસિદ્ધ કૃષ્ણા, આવેશ ખાન જેવા યુવા બોલર્સ પર પણ છે.
ભારતને સાઉથ આફ્રિકા પ્રવાસ પર વન-ડે સિરીઝ પણ રમવાની છે. ત્રણ વન-ડે મેચો માટે ટીમ ઇન્ડિયામાં એક મોટો બદલાવ થઇ શકે છે. ગબ્બર એટલે કે શિખર
ધવનની વધુ એક વખત ટીમ ઇન્ડિયામાં વાપસી થઈ શકે છે. તાજેતરમાં જ ટીમ ઇન્ડિયાએ જ્યારે શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો ત્યારે શિખર ધવને કેપ્ટનશીપ કરી હતી અને ત્રણ મેચમાં 98, 67, 86 રન બનાવ્યા હતા.
આવામાં
જો વન-ડે ટીમની કેપ્ટનશીપ પણ બદલાય છે તો રણનીતિમાં થોડો ફેરબદલ થઇ શકે છે.
જોકે કેએલ રાહુલ જેવા ખેલાડીના કારણે શિખર ધવનનું ટીમમાં સ્થાન બનાવવું મુશ્કેલ છે. જણાવી દઇએ કે, ભારતનો સાઉથ આફ્રિકા
પ્રવાસ 26 ડિસેમ્બરથી શરૂૂ થવાનો છે, જેમા ત્રણ વન-ડે અને ત્રણ ટેસ્ટ મેચ રમવાની છે.

ભારતના દ.આફ્રિકા પ્રવાસનું રીવાઈઝ્ડ શેડ્યુલ જાહેર
પ્રથમ ટેસ્ટ- 26-30 ડિસેમ્બર, સેન્ચુરિયન, સમય- બપોરે 1.30 કલાકે (ભારતીય સમય)
બીજી ટેસ્ટ- જાન્યુઆરી 03-07, જોહાનિસબર્ગ, સમય- બપોરે 1.30 કલાકે (ભારતીય સમય)
ત્રીજી ટેસ્ટ- 11-15 જાન્યુઆરી, કેપ ટાઉન, સમય- બપોરે 2.00 કલાકે (ભારતીય સમય)
ભારત વિ દક્ષિણ
આફ્રિકા વચ્ચે 3 મેચની ઓડીઆઈ શ્રેણીનું શેડ્યૂલ
1લી ઓડીઆઈ - 19 જાન્યુઆરી, પાર્લ, સમય - બપોરે 2.00 વાગ્યે
2જી ઓડીઆઈ - 21 જાન્યુઆરી, પાર્લ, સમય - બપોરે 2.00 વાગ્યે
ત્રીજી ઓડીઆઈ - 23 જાન્યુઆરી, કેપટાઉન, સમય -
બપોરે 2.00 કલાકે

રિલેટેડ ન્યૂઝ