નેપાળમાં લેન્ડિંગ સમયે પ્લેનનું ટાયર ફાટયું: પેસેન્જર્સે ટેકસીની જેમ ધકકા મારી સાઈડમાં ખસેડયું

કાઠમંડૂ: નેપાળનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયો બાજુરા એરપોર્ટનો છે, જ્યાં પેસેન્જર્સ ટેક્સીની જેમ પ્લેનને ધક્કા મારી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, પ્લેનમાંથી ઉતર્યા બાદ પેસેન્જર્સ સીધા જ ધક્કા મારીને મારીને પ્લેનને ખસેડી રહ્યા છે. વાત એમ છે કે, લેન્ડિંગ સમયે અહીં સ્મોલ પ્લેનનું ટાયર ફાટી ગયું હતું. જેને કારણે પ્લેન રનવે પરથી હટી શકતું ન હતું. આ સમય કોઈ પણ પ્લેન અહીં લેન્ડ કરી શકે તેમ ન હતું. આખરે એરપોર્ટ ઓથોરિટીએ રનવે પર હાજર કર્મચારીઓ પાસે જ પ્લેનને ધક્કા મારીને ખસેડવાનું નક્કી કર્યું હતું. આ કર્મચારીઓથી પ્લેન નાખસતાં પેસેન્જર્સ પણ તેમની સાથે જોડાઈ ગયા હતા. આખરે આ પ્લેનને ધક્કા મારી મારીને પાર્કિંગ સુધી લઈ જવામાં આવ્યું હતું. મહત્ત્વનું છે કે, તારા એરલાઈન્સના આ પ્લેને સિમિકોટથી ટેકઓફ કર્યા બાદ
બાજુરા એરપોર્ટ પર લેન્ડિંગ કર્યું હતું.

રિલેટેડ ન્યૂઝ