‘નાળા’ની સફાઈ વેળા મળી આવ્યો માણસથી મોટો ઉંદર!

મેક્સિકો: મૈક્સિકોમાં નાળામાં સફાઈ કરી રહેલા કર્મચારી ત્યારે હેરાન થઈ ગયા, જ્યારે તેમને એક વિશાળકાય ઉંદર મળી આવ્યો. આ કર્મચારીઓ મૈક્સિકો સિટીમાં નાળામાંથી અબજો લિટર ગંદુ પાણી કાઢી રહ્યા હતા. અધિકારીઓએ જ્યારે આ અંગે તપાસ કરી તો ખબર પડી કે, હૈલોવીનનો તહેવાર મનાવવા માટે અહીં નકલી ઉંદર બનાવ્યો હતો. આ ઉંદર ભૂલથી નાળામાં ગરકાવ થઈ ગયો હતો. આ વિશાળકાય ઉંદરનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઉંદર એટલો વિશાળકાય છે કે, તેની આસપાસ ઉભેલા માણસો પણ નાના લાગે છે. આ વીડિયોમાં કર્મચારીઓ તેને સાફ કરી રહ્યા છે. ત્યાં હાજર સૌ કોઈ કર્મચારી આ ઉંદરને જોઈ હૈરાનથઈ ગયા હતા. અનેક લોકોનું તો એવુ પણ કહેવુ છે કે, આ ઉંદર દેખાવમાં એક દમ અસલી લાગે છે. આ વિશાળકાય ઉંદરની તસ્વીરો અને વીડિયો ખૂબ શેર કરી રહ્યા છે. ત્યાર બાદ એક મહિલા સામે આવી કે, આ ઉંદર નકલી છે. એલવિન
નામની આ મહિલાનું કહેવુ છે કે, તેણે આ ઉંદર થોડા સમય પહેલા હૈલોવિનની સજાવટ માટે બનાવ્યો હતો. અલવિને દાવો કર્યો છે કે, ભારે વરસાદના કારણે આ ઉંદર પાણીમાં વહી ગયો હતો.

તેમણે કહ્યુ હતું કે, આ ઉંદરની તપાસ કરવા માટે મેં લોકો પાસે મદદ માગી પણ કોઈ આગળ આવ્યુ નહીં. જો કે, હવે મને મારો ઉંદર મળી ગયો છે કે, પણ મેં હજૂ વિચાર્યુ નથી કે, તેને હું મારી પાસે રાખુ કે નહીં.

રિલેટેડ ન્યૂઝ