‘નમો’ જેને નમે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ફેસબુક પેજ પર એક વયોવૃદ્ધ મહિલાનો ફોટો શેર કર્યો છે. તસવીરમાં તે આગલ ઝુકીને વૃદ્ધાના આશિર્વાદ લેતા નજરે પડે છે. આ તસવીર તમિળનાડુના કોઈમ્બતૂરની છે. પીએમ મોદી સાથેની આ તસવીર શેર કરતાની સાથે જ 106 વર્ષના અમ્મા રાતોરાત ચર્ચાનો વિષય બન્યા છે.
106 વર્ષના આ મહિલા ખેડૂત છે. આ વૃદ્ધાનું નામ છે પપ્પામ્મલ. વડાપ્રધાને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ
પર લખ્યું હતું કે- આજે કોઈમ્બતૂરમાં અસાધારણ પપ્પામ્મલજી સાથે મુલાકાત થઈ. તેમને ખેતી અને ઓર્ગેનિક ફાર્મિંગના ક્ષેત્રમાં અદ્વિતિય કામ માટે આ વર્ષે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
1941માં જન્મેલી પપ્પામ્મલ તમિલનાડુમાં ઓર્ગેનિક ખેતી કરે છે. તેમને રાજ્યમાં ઓર્ગેનિક ખેતીની પ્રણેતા માનવામાં આવે છે. તેઓ તમિલનાડુ કૃષિ યુનિવર્સિટી સાથે જોડાયેલા છે. આ ઉંમરે પણ તેઓ
પોતાની 2.5 એકર ખેતરમાં દરરોજ કામ કરે છે. એક રિપોર્ટ મુજબ પપ્પામ્મલ ડીએમકેની સભ્ય છે અને એમ. કરૂણાનિધિની મોટી પ્રશંસક છે.
તમિલનાડુમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. વડાપ્રધાન મોદીએ આ



સપ્તાહ પહેલા પણ રાજ્યની મુલાકાત લીધી હતી. માત્ર ત્રણ કલાક માટે ચેન્નઈ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યારે આધ્યાત્મિક ગુરૂ બંગારુ આદિગાલ (ઇફક્ષલફિી અમશલફહફિ) સાથે મુલાકાત કરી હતી. 80
વર્ષીય આદિગાલ તમિલનાડુના એવા આધ્યાત્મિક ગુરુ છે જેમનામાં તમામ પાર્ટીના લોકો આસ્થા રાખે છે. બીજેપી ઉપરાંત અન્ય પાર્ટીઓ પણ નેતા તેમને મળતા રહે છે.
તમિલનાડુના ગવર્નર બનવારી લાલ પુરોહિતે પણ
તેમની મુલાકાત કરી હતી. આદિગલને તેમના અનુયાયી અમ્માના નામથી બોલાવે છે. આ નામ તેમે મા જેવા પ્રેમની અનુભૂતિના સંબંધમાં આપવામાં આવ્યું છે. તેઓ આદિપ્રશક્તિ ચેરિટેબલ મેડિકલ એજ્યુકેશન એન્ડ કલ્ચરલ ટ્રસ્ટના હેડ છે. ચેન્નઈથી લગભગ 90 કિલોમીટર દૂર વિલ્લુપુરમમાં આ ટ્રસ્ટની એક મેડિકલ કોલેજ, કેટલીક એન્જિનિયરિંગ કોલેજ અને અનેક શિક્ષણ સંસ્થાન છે.





રિલેટેડ ન્યૂઝ