‘નકસલ’એ અસલમાં કોની ફસલ છે?

નકસલી ક-જાતનાં પેટના છે, તેઓ નાદાન નથી, ભૂલેચૂકે ભટકેલા નથી ઉંગઞનાં છાત્રોની જેમ માઓવાદી વિચારધારાના કટ્ટરવાહક અને પાલક બંને છે; આપણી સૌરાષ્ટ્ર-કાઠિયાવાડની નવી પેઢીને તો ‘માઓ’ કઈ બલાનું નામ છે તે પણ શાયદ ખ્યાલ નહીં હોય પણ જેને બધ્ધો જ ખ્યાલ હતો અને છે તે સરકારોએ શેઠની પૂંઠે થયેલી ફોડલીને સસવાળીને એવી મોટી કરી કે હવે સુખેથી નથી શેઠ બેસી શકતા, નથી બીજાને બેસવા દેતા. નકસલીની ઔલાદો કાળો કેર વર્તાવી રહી છે. આ જમાતને ખતમ કરવામાં કોઈ કચાસ છોડવાની જરૂર જ નહોતી અને હજૂ પણ નથી

CRPF તો સમજ્યા કે પૂર્ણરૂપે ભારતીય સૈન્યની પાંખ છે પણ ઉછઉઘ (યાની: ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપ્મેન્ટ ઓર્ગેનાઈઝેશન)માં એવા કેટલાય લોકોની ભર્તી કરવામાં આવી જે ભૂતકાળમાં નકસલી હતા પણ સરૅન્ડર કરી ચૂક્યા છે. આમાનાં બધ્ધા જ ગદ્દાર નિવડે એવું નથી પણ બધ્ધાની વફાદારીની પણ કોઈ ગેરંટી નથી. જાણકારો તો ત્યાં સુધી કહે છે કે નકસલીઓ રણનીતિના ભાગરૂપે પોતાનાં જ અમૂક સાથીઓને સરૅન્ડર કરાવી ઉછઉઘમાં ઘૂસાડી દે એટલે સૈન્ય કાર્યવાહીની સટિક બાતમી અગાઉથી મળી જાય. નકસલીના તાજ્જા હુમલામાં આ જ થિયરી અપનાવવામાં આવી હોવાની પૂરી આશંકા છે

અપરાધી ભલે છૂટી જાય પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ…. એવી ખોખલી નૈતિકતાને પ્રમાણ માન્યાની સજા આખો દેશ ભોગવી રહ્યો છે. છત્તીસગઢનો નકસલી હુમલો પણ તેનો જ એક ભાગ છે. હું અને તમે શનિ-રવિની રજાનું પ્લાનિંગ કરી રહ્યા હતા ત્યારે છત્તીસગઢના બીજાપુર અને સુકમાની સરહદે 800 જેટલા નકસલીઓ ભારતીય સુરક્ષા દળોની ટૂકડી પર ગોરિલ્લા પધ્ધતિથી ત્રાટકવાનું ઓલરેડ્ડી પ્લાનિંગ કરી બેઠા હતા. અને રવિવારે માઠા વાવડ સાંભળવા પડ્યા. નકસલીઓના ઘાતકી હુમલામાં 23 જવાનો શહીદ થઈ ચૂક્યા હતા! રાંડ્યા પછીના ડહાપણની જેમ કેન્દ્ર સરકાર પછીથી હરકત્તમાં આવી. ગૃહમંત્રી અમિત શાહ આસામનો (ચૂંટણિયો) પ્રવાસ ટૂંકાવી દિલ્હી દોડી આવ્યા અને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (ગઈંઅ) સહિતની એજન્સી સહિતની એજન્સીઝના વડાઓ સાથે બેઠક યોજી નિવેદન કર્યું કે ‘જવાનોની શહીદી એળે નહીં જાય.’ કાશ્મીરના પ્રત્યેક આતંકી હુમલા પછી દેશના રક્ષામંત્રી-વડાપ્રધાનના મોઢામાં મગ ભરી દો તોય આ વાક્ય તો સરી જ પડે. હવે ગૃહમંત્રીએ પણ એવી ટેવ રાખવી પડશે કેમ કે ઘરના ગદ્દાર નકસલીઓ પણ ફાટ્યા ફરે છે. સરકારની સૉફ્ટનૅશ તેને કોઠે પડી ગઈ છે. રોગ અને શત્રૂને ઉગતા ડામવાને બદલે મુખ્યધારામાં ભેળવવાના વેદિયાવેડાએ દાટ વાળ્યો. નકસલી ક-જાતના પેટના છે, તેઓ નાદ્દાન નથી, ભૂલે ચૂકે ભટકેલા નથી. ઉંગઞના છાત્રોની જેમ માઓવાદી વિચારધારાના કટ્ટરવાહક અને પાલક બન્ને છે. આપણી સૌરાષ્ટ્ર-કાઠિયાવાડની નવી પેઢીને તો ‘માઓ’ કઈ બલાનું નામ છે તે પણ શાયદ ખ્યાલ નહીં હોય પણ જેને બધ્ધો જ ખ્યાલ હતો અને છે તે સરકારોએ શેઠની પૂંઠે થયેલી ફોડલીને સસવાળીને એવી મોટી કરી કે હવે સુખેથી નથી શેઠ બેસી શકતા, નથી બીજાને બેસવા દેતા. નકસલીની ઔલાદો કાળો કેર વર્તાવી રહી છે. આ જમાતને ખતમ કરવામાં કોઈ કચાસ છોડવાની જરૂર જ નહોતી અને હજૂ પણ નથી. ફ્રેન્ચ કાર્ટૂનિસ્ટ જ્યોર્જિસ વોલિન્સ્કી કહેતા: રસ્તાઓ ગૂન્ડાઓથી ઉભરાઈ જાય એના કરતા જેલો નિર્દોષથી ભરાઈ જાય એ હું વધુ પસંદ કરીશ! આપણા દેશી રાજકારણીઓ સો ટચની સટિક આ વાત ન સમજ્યા-બલ્કે તેમણે પોતિકો સ્વાર્થ જ જોયો. તેઓ ઓસ્કાર એમેરીન્જરની વ્યાખ્યા મુજબ ગરીબો પાસેથી વોટ અને અમીરો પાસેથી નોટ (પૈસા) લઈ બન્નેને એકબીજાથી બચાવવાના વાયદાવાળું રાજકારણ ખેલતા રહ્યા. પરિણામે ભારતના એક-બે નહીં પૂરા 5-7 રાજ્યો પર નકસલીઓનો કહેર કોરોના કરતાંય વધી ગયો અને આપણે સૈન્ય જવાનો રૂપે મહામૂલી મૂડી પાણીના મૂલે ગૂમાવતા રહ્યા. છત્તીસગઢની કોંગ્રેસી સરકારના મુખિયા ભૂપેશ બધેલ પણ આ જ રસ્તે છે. પરિણામે ભારતમાં છત્તીસગઢ જ નહીં ઝારખંડ, પશ્ર્ચિમ બંગાળ, આન્ધ્રપ્રદેશ, ઓરિસ્સા અને બિહાર જેવા રાજ્યોમાં નકસલીઓની સમાંતર સરકાર ચાલે છે એમ કહેવામાં અતિ શયોક્તિ નથી. ચાલતી હશે પણ તેથી આપણે શું….. એમ કહી વાત વાળીટોળી નાંખવાની ગૂસ્તાખિ ન કરશો. ગુજરાતમાં પણ નકસલીઓ પગ ઘાલવા માગે છે. ગયા જાન્યુઆરીમાં સુરતના કોસામ્બાથી ગુડ્ડુસિંહ નામનો શખ્સ પકડાયો હતો. પછી ખબર પડી કે હત્યા અને અપહરણની 6 જેટલી વારદાતોને અંજામ આપી ચૂકેલો આ નકસલી ઝારખંડના પલામૂ જિલ્લાનો કોરામી ગામનો રહેવાસી હતો અને ગુજરાતમાં નકસલી પ્રવૃતિને વેગ આપવાના મિશન સાથે ત્રણ વર્ષથી વળગ્યો હતો! ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં નકસલવાદ ભડકાવવો એટલે ભારેલા અગ્નિને માત્ર ફૂંક મારવી. આયી બાત સમજ મેં? હવે આગળ વાંચો…. છત્તીસગઢના દંતેવાડા અને જરગૂંડાનો વિસ્તાર તો અફઘાનિસ્તાનના ‘તોરા-બોરા’ જેવો છે. જ્યાં નકસલીઓના જ અડ્ડા છે. મધ્યપ્રદેશની ચંબલની ખીણમાં જેમ ડાકૂઓ રહેતા તેમ અહીં હજ્જારો નકસલીઓ અડ્ડા જમાવી બેઠા છે. હરામજાદાઓએ જંગલમાં ચારેકોર સૂરંગો બિછાવી રાખી છે. સુરક્ષા દળો નિકળે તેની જાણ નકસલી-બદમાશોને થઈ જ જાય. કેમ કે સરકાર જેને નકસલ-પીડિત નિર્દોષ પ્રજા માને છે એમાની મોટાભાગની પ્રજા નકસલીની બાતમીદાર છે. જાણ થતાં જ નકસલીઓ સુરક્ષા એજન્સીઓને ઘેર વળે અને અંધાધૂંધ ફાયરિંગ કરી લોથો ઢાળી નાંખે. પછી સૈન્યના હથિયારો લૂંટી લે અને પછી સૂરંગ-બ્લાસ્ટ કરી વાહનો સહિતસૈન્ય કાફલાના ફૂરચે-ફૂરચા ઊડાડી દે. છેલ્લા કેટલાક મહિનામાં જ અહીંથી 100થી વધુ કઊઉ જપ્ત કરાયા હતા. સાઉથ એશિયન ટેરરિઝમ પોર્ટલના આંકડા પ્રમાણે ખાલી દંતેવાડા વિસ્તારમાં જ વર્ષ 2010થી 2017 વચ્ચે
નકસલીઓએ 174 સુરક્ષા કર્મીઓના પ્રાણ હર્યા હતા. આ વારદાતોમાં પ7 નિર્દોષ નાગરિકો પણ હોમાયા એ લટકામાં. ગૃહ મંત્રાલયના આંકડા પ્રમાણે 2016થી આજ્યર્યંતમાં આન્ધ્રપ્રદેશમાં 28, બિહારમાં 151, છત્તીસગઢમાં 470, ઝારખંડમાં 371 અને ઓરિસ્સામાં 98 જેટલી નકસલી અથડામણો-હુમલાઓની ઘટના ઘટી જેમાં 76 જવાનો શહીદ થયા, 149 ઘાયલ થયા અને 220 નાગરિકો પણ માર્યા ગયા! આટલી હદે નકસલવાદ વકર્યો છતાં સરકાર ‘ડાયરેક્ટ એકશન’ના બદલે બેવડા દોરે કામ લેવામાં માનતી આવી એમાં બાવાના બેઉ બગડ્યા. નથી નકસલગ્રસ્ત વિસ્તારના નિર્દોષ નાગરિકોનું હિત જળવાયું, નથી નકસલીનું હિત જોખમાયું. ઊલ્ટાનું બન્ને એકબીજાના પૂરક બની સરકારને વગર-નોંજણે દોહી રહ્યા હોય તેવું વધુ લાગે છે. ઈછઙઋ અને ઉછઉઘનું ગઠબંધન સસ્પેક્ટેડ છે. ઈછઙઋ તો સમજ્યા કે પૂર્ણરૂપે ભારતીય સૈન્યની પાંખ છે પણ ઉછઉઘ (યાની: ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપ્મેન્ટ ઓર્ગેનાઈઝેશન)માં એવા કેટલાય લોકોની ભર્તી કરવામાં આવી જે ભૂતકાળમાં નકસલી હતા પણ સરેન્ડર કરી ચૂક્યા છે. આમાંના બધ્ધા જ ગદ્દાર નિવડે એવું નથી પણ બધ્ધાની વફાદારીની પણ કોઈ ગેરંટી નથી. જાણકારો તો ત્યાં સુધી કહે છે કે નકસલીઓ રણનીતિના ભાગરૂપે પોતાના જ અમૂક સાથીઓને સરેન્ડર કરાવી ઉછઉઘમાં ઘૂસાડી દે એટલે સૈન્ય કાર્યવાહીની સટિક બાતમી અગાઉથી મળી જાય. નકસલીના તાજ્જા હુમલામાં આ જ થિયરી અપનાવવામાં આવી હોવાની પૂરી આશંકા છે. બીજાપુરમાં 23 જવાનો શહીદ થયા તે અણધારી ઘટના નથી. 20 દિવસ પહેલા આ વિસ્તારમાં મોટી સંખ્યામાં નકસલી ભેગા થયાની જાણકારી એન્મેન્ડ એરિયલ વ્હિકલ (ઞઅટ) થકી થઈ ગઈ હતી. તેના આધારે તો મોટું ઓપરેશન હાથ ધરવા સૈન્યએ પ્લાન ઘડ્યો હતો. પરંતુ, પ્લાન ચોપટ થઈ ગ્યો, બલ્કે ઊલ્ટો પડ્યો. રૂપિયા 40 લાખના ઈનામી હિડમા નામના નકસલીને સૈન્ય ગતિવિધિની બાતમી મળી ગઈ. હિડમા ઓછી માયા નથી. 40 વર્ષનો આ ખત્તરનાક મૂજરિમ માઓવાદીઓની પિપલ્સ લિબરેશન ગોરિલ્લા આર્મી (ઙઉંકઅ) બટાલિયન-1નો કમાન્ડર છે. ભાજપના ધારાસભ્ય ભીમા માડવી તેના ડ્રાઈવર ઉપરાંત 3 સૂરક્ષાકર્મીની હત્યા કરી હિડમા ‘લાઈમલાઈટ’માં આવ્યો હતો. આ જ હિડમાએ શનિવારે વધુ એક હુમલો કરી આપણા 23 જવાનોના પ્રાણ હરી લીધાં. સરકાર આ હિડમાનું તો કશું ઊખાડી શકી નથી પણ તે સહિતના તમામ નકસલી જેને આદર્શ માને છે તે ચીનના નેતા અને પિપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાના સ્થાપક માઓત્સે તુંગના ‘ધામ’ તરીકે ઓળખાતા પશ્ર્ચિમ બંગાળના ‘નકસલબાડી’ ગામનું નામ બદલાવી શકી નથી. ગામમાં લાગેલી દેશના દૂૂશ્મનોની મૂર્તિઓને પણ હટાવી શકી નથી. સત્તા બંદૂકના નાળચેથી જ નિકળે છે એવું માનનારા માઓત્સે તુંગ અને તેની વિચારધારા મુજબ ભારતમાં 1967થી સશસ્ત્ર ક્રાંતિ (નકસલવાદ) શરૂ કરનારા ચારૂ મજૂમદાર અને કાલુ સાન્યાલની મૂર્તિઓ આજે પણ નકસલીબારીમાં ભગવાનની જેમ પૂજાય છે. પ.બંગાળની અગાઉની કમ્યુનિસ્ટ પાર્ટી તો ખેર,ખાતો તો ભારતનું પણ વફાદારી ચીન તરફ રાખતી હતી. પણ તેને હરાવીને સત્તા પર બેઠેલા અને હવેના ચૂંટણી માહોલમાં પોતાને હિન્દુ-બ્રાહ્મણ ગણાવી જાહેરસભામાં ચંડીપાઠ સુધ્ધા ગાનારા મમતા બેનર્જી પણ માઓવાદીઓના સંરક્ષક બની બેઠાં એ તાજ્જૂબ છે. કંઈક તો આવા (રાજ)કારણે જ દેશના પાંચ-છ રાજ્યો આપણાં હાથમાંથી સરકતા જાય છે યા તો નકસલીઓના કબ્જામાં વધુને વધુ જતા જાય છે. અમિત શાહ 23 જવાનોનો બદલો 300 નકસલીને ઢાળીને લે તો પણ એ સહી ઈલાજ નથી. એમ તો મોકો મળ્યે નકસલીઓ પણ વધુ મોટ્ટો હુમલો કરી વૅર વાળી શકે. દેશને ‘નકસલી’ મૂકત્ત કરવો હોય તો તેને થાબણભાણાં કરતા રાજકીય ગોડફાધરોને ખતમ કરવા પડે. નકસલીઓને હથિયારો મળતાં બંધ કરવા પડે. ભારતની કઈ સરહદે બાંકોરા છે તે તપાસવા પડે. નેપાળ સહિતના રસ્તેથી ચીન અને પાકિસ્તાન શસ્ત્રો અને આર્થિક સહાય પૂરી પાડે તેને ટોટલી ‘બૂચ’ મારવું પડે અને જે કેટલાક રાજકારણીઓ નકસલી-નેતાઓ સાથે ધરોબો ધરાવે છે તેનેય બે-નકાબ કરી તેના પાપની સજા આપવી પડે. ‘નકસલબારી’ નામની વેબ-સિરિઝ ક્યાંય જોવા મળે તો જોજો. નકસલીઓના અસલી ગોડફાધર કોણ છે, ખ્યાલ આવી જશે. ઝારખંડના ભૂ.પૂ. મુખ્યમંત્રી બાબુલાલ મરાંડીએ તો ઝારખંડની હાલની હેમંત સોરેન સરકારના કેટલાક મંત્રીઓને નકસલી સાથે કેવો ઘરોબો છે તેની તાજેતરમાં એક પ્રેસ-કોન્ફરન્સ કરી વિગતવાર જાણ કરી હતી. જ્યાં સુધી આવા લિકૅજ બૂરમાં નહીં આવે યા લિન્ક તોડવામાં નહીં આવે દેશના નિર્દોષ જવાનોના નિષ્પ્રાણ દેહ તાબૂત પર તિરંગામાં લપેટાઈને જ તેમના ઘરે પહોંચવાના. રાજકારણીઓએ સમજવું જોઈએ કે જવાનોની શહીદી એળે નહીં જાય તેવું કહી માતા-પત્ની-બહેન કે દીકરીને કેવળ આશ્ર્વાસનોથી જ જીવાડ્યે જવીએ ઈમોશનલી તડપાવી-તડપાવીને મારવા સમાન છે…

કદી મનનાં ઉપવનમાં ખૂંદીને અહમને શોધીએ છીએ,
ને અહમના એ કાદવને ખૂંદી કમળ શોધીએ છીએ.
કદી ન આપ્યો આદર જેણે ન હૂંફ આપી છે,
એની પાસેથી હવે સમભાવ શોધીએ છીએ.
સમજતો કેમ નથી જીવડા, વાવ્યું નથી જે,
એ લણવા માટે શી વરાપ શોધીએ છીએ?
સમંદર ને સરોવરને ચાલ્યા ઠોકરે ઠેલી,
હવે મૃગજળમાં કાં જળ શોધીએ છીએ?
-જયંતી

રિલેટેડ ન્યૂઝ