ધોની કી નયી કહાણી… ખેડ ખાતર ને પાણી

કોરોના વાયરસના કારણે ભારતીય ક્રિકેટ અને તેની સાથે જોડાયેલી તમામ એક્ટિવિટી પર હાલમાં પ્રતિબંધ છે. ટી-20 લીગ આઇપીએલને પણ અનિશ્ચિતસમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે. એવામાં ક્રિકેટ જગતની દિગ્ગજ હસ્તીઓ ઘર પર પરિવાર સાથે સમય વિતાવી રહી છે. આઇપીએલ ટીમ ચેન્નઈ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની લોકડાઉનથી જ રાંચીમાં છે અને પોતાના પરિવાર સાથે ફાર્મ હાઉસમાં છે. તેણેકેટલાક સમય પહેલા જ ફાર્મ હાઉસમાં ખેતી માટે ટ્રેકટર ખરીદ્યું હતું. હવે આ જ ટ્રેકટરથી ધોની ઓર્ગેનિક ખેતી કરી રહ્યો છે. વિડીયોમાં ધોની એકલા જ ટ્રેકટર ચલાવતા દેખાય છે. તેમાં કેપ્શન પર લખ્યું છે
કે, ધોની રાંચીમાં પોતાના ફાર્મ હાઉસમાં ઓર્ગેનિક ખેતી કરતા. ધોનીએ મહિન્દ્રાનું સ્વરાજ 963 એફઇ ટ્રેકટર ખરીદ્યું હતું, જેની કિંમત 8 લાખ રૂપિયા નજીક છે.

રિલેટેડ ન્યૂઝ