દુનિયાનું સૌથી મોટું ચોકલેટ મ્યુઝિયમ

ચોકલેટ લવર્સ માટે સારા સમાચાર છે. ચોકલેટ પ્રેમીઓને દુનિયાના સૌથી મોટા ચોકલેટ મ્યુઝિયમમાં જવાનો મોકો મળશે. આ મ્યુઝિયમની શરૂઆત સ્વિત્ઝરલેન્ડની રાજધાની ઝ્યુરિચમાં 13 સપ્ટેમ્બરના રોજ થઇ. મ્યુઝિયમની અંદર જતાની સાથે જ દરવાજાથી લઈને દરેક વસ્તુઓ ચોકલેટની બનેલી દેખાશે. લિંટ ઓફ હોમ ચોકલેટમાં આવેલા ચોકલેટ ફાઉન્ટેનની ઊંચાઈ 30 ફૂટ છે.ઇન્ટરનેશનલ ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે, આ ફાઉન્ટેનને મ્યુઝિયમમાં આકર્ષણનું કેન્દ્ર માનવામાં આવી રહ્યું છે. વિઝિટર્સને મ્યુઝિયમની અંદર જવાની સાથે દેખાઈ છે. એમ પણ સ્વિત્ઝરલેન્ડની રાજધાનીને દુનિયાની ચોકલેટની રાજધાની તરીકેઓળખવામાં આવે છે. મ્યુઝિયમમાં દુનિયાની સૌથી મોટી લિંટ ચોકલેટ શોપ પણ છે. તેનું ઉદ્ઘાટન દુનિયાના ફેમસ ટેનિસ પ્લેયર રોજર ફેડરરે કર્યું છે.
મુલાકાતીઓ તેમની સાથે ગિફ્ટ પણ ઘરે લઇ જઈ શકે છે. તેમને
ચોકલેટના ઈતિહાસથી લઈને પ્રોડક્શનની દરેક જણકારી મળશે. ચોકલેટેરિયામાં લોકોને પોતાના હાથે ચોકલેટ બનાવવાનો મોકો પણ મળશે. સ્વિસ ચોકલેટ મેકિંગનો ઈતિહાસ જાણવા માટે આ જગ્યા એકદમ પરફેક્ટ છે.

રિલેટેડ ન્યૂઝ