દાનવીર ચોર!

શું કોઈ ચોર પણ દાનવીર હોઈ શકે છે? બોલિવૂડની ફિલ્મોમાં તો તમે આવું ઘણીવાર જોયું હશે, પરંતુ હકીકતમાં એક આવો ચોર દિલ્હીમાંથી પકડાયો છે જે ચોરીની ઘટનાને અંજામ આરતો અને તેનાથી મળતા પૈસાને પોતાના બિહારમાં આવેલા સીતામઢી ગામમાં વહેંચી દેતો. આ કારણે તેની છબી રોબિનહૂડ જેવી બની ગઈ હતી અને તે વર્ષ 2021માં સીતામઢી, બિહારથી જિલ્લા પરિષદની ચૂંટણી લડવા ઈચ્છતો હતો, આ ચોરનું નામ મોહમ્મ્દ ઈરફાન ઉર્ફે રોબિનહુડ ઉજાલે છે.
ઈરફાન પોતાની ગેંગ સાથે સાથે દિલ્હી, પંજાબ અને દેશના બીજા અલગ અલગ ભાગોમાં ચોરી કરતો હતો અને પછી ચોરીના પૈસાઓથી મોંઘા કપડાં અને ગાડીઓ ખરીદતો હતો.
ગરીબોના દેવદૂત બનવા માટે અને એ વિસ્તારમાં પોતાનો પ્રભાવ રાખવા માટે ઈરફાન ચોરીના પૈસાઓથી સીતામઢીમાં હેલ્થ કેમ્પ લગાવતો હતો અને પૈસા પણ દાન કરતો હતો.
ક્રાઈમ બ્રાન્ચની ડીએસપી મોનિકા
ભારદ્વાજના મુજબ, એક ઈનપુટ બાદ ઈરફાન ઉર્ફે રોબિનહૂડને 7 જાન્યુઆરીના રોજ પકડવામાં આવ્યો હતો. તેની પાસેથી જેગુઆર અને નિશાનની 2 મોંધી કાર મળી આવી હતી. આરોપીએ પૂછપરછમાં જણાવ્યું કે, તે પોતાની ગેંગસાથે માત્ર પોશ વિસ્તારમાં ચોરી કરતો. ખાસ કરીને એ ઘરોમાં ચોરી કરતા જે બંધ હોય અથવા ઘરના લોકો શહેરથી બહાર હોય છે. ચોરી માટે ઘરને ટાર્ગેટ કરતા પહેલા બધી તપાસ કરી લેવામાં આવતી હતી. તેઓ પોશ
સોસાયટીમાં ઘણીવાર જાણકારી મેળવવા માટે પોતાનો ચહેરો પણ બદલી લેતા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર ઈરફાન બિહારમાં લોકપ્રિય યુવા નેતા બનવા માંગતો હતો. જોકે કોરોના દરમિયાન તેનો ચોરીનો આ ધંધામાં
મંદી ચાલી રહી હતી. કેમકે મોટાભાગના લોકો પોતાના ઘરમાં હતા. આરોપીએ ઉત્તર પ્રદેશ, બેંગલોર, દિલ્હીમાં ચોરીની ઘટનાઓને પણ અંજામ આપવાનો દાવો કર્યો છે. અન્ય બાબતોમાં તેમની ભાગીદારી જાણવા માટે પોલીસ તેની સતત પૂછપરછ કરી રહી છે.

રિલેટેડ ન્યૂઝ