દર્દી હનુમાન ચાલીસા બોલતી રહી; ડૉક્ટરોએ કરી સર્જરી!

દિલ્હી એઈમ્સમાં ઓપરેશનનો એક અનોખો મામલો સામે આવ્યો છે. અહીં ગુરૂવારે 24 વર્ષની એક યુવતીની સર્જરી કરાવી, પણ આ સર્જરીની અનોખી વાત એ હતી કે યુવતીએ તેની સર્જરી હનુમાન ચાલીસ વાંચતા વાંચતા કરી. તેનું બ્રેન ટ્યૂમરનું ઓપરેશન થયું. આશ્ચર્યની વાત એ હતી કે 3 કલાક સુધી ચાલેલી આ સર્જરીમાં યુવતીને બેભાન કર્યા વગર કરાઈ હતી.
આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ડોકટર ઓપરેશન કરી
રહ્યાં છે અને યુવતી હનુમાન ચાલીસાનો પાઠ કરતી હોય તેનો અવાજ આવી રહ્યો છે. આ યુવતી એક સ્કૂલ ટીચર હોવાનું કહેવામાં આવે છે. તેના માથામાં ડાબી બાજુ ટ્યૂમર હતું.
ઓપરેશન કરનારા ડો. દીપક ગુપ્તાએ
જણાવ્યું કે સર્જરી દરમિયાન ટીમ પેશન્ટ સાથે વાત કરતા રહ્યાં. જેનાથી અમે પેશન્ટનો અવાજ અને હાથ-પગની મૂવમેન્ટને જોઈએ છીએ. આ કેસમાં અમે યુવતીને પૂછ્યું કે તે શું વાત કરવા માગે છે, તો તેને જણાવ્યું કે તે હનુમાન ભક્ત છે.
અમે તેને કહ્યું કે તમે શું સંભળાવવા માગો છો, તો તેને હનુમાન ચાલીસા સંભળાવી. તેનો હેતુ હતો કે પેશન્ટ સર્જન સાથે વાત કરતા રહે. જો તેની સ્પીચમાં કોઈ ઈશ્યૂ હોત તોતેને તરત પકડી લેત. ટ્યૂમર બ્રેનની ડાબી બાજુ હતું. પાછળના ભાગમાં ટ્યૂમર કાઢ્યું હોત તો તે થોડું રિસ્કી હોત. તેને રોકવા માટે અમે પેશન્ટને કહ્યું કે તમે સતત અમારી સાથે વાત કરતા રહો. પેશન્ટે
હનુમાન ચાલીના પાઠ કર્યા. સર્જરી યોગ્ય રીતે પુરી થઈ. હનુમાન ચાલીસા કે કોઈ પણ ધાર્મિક પ્રાર્થના કરવાથી દર્દીને પણ ફાયદો મળે છે. પેશન્ટને થયું કે ભગવાનનું નામ લેવાથી તેની સર્જરી સારી રીતે થશે. ઓપરેશન થિયેટરની અંદર પણ એવી કોઈ એક્ટિવિટી થાય છે તો વાતાવરણ સારું રહે છે. આ ઓપરેશન 3 કલાક ચાલ્યું. આ રીતે ઓપરેશન અમે છેલ્લાં 20 વર્ષથી કરતા આવીએ છીએ.
એઈમ્સના ન્યૂરો સર્જરી ડિપાર્ટમેન્ટમાં એક
સપ્તાહ પહેલાં પણ ત્રણ દર્દીઓના બ્રેન ટ્યૂમરનું ઓપરેશન બેભાન કર્યા વગર જ કરવામાં આવ્યા હતા. ડોકટરોએ દર્દીના બ્રેનના ઉપલા ભાગની નસને ખોટી કરી, કે જેથી તેને દર્દ ન થાય. આ પ્રકારની સર્જરીમાં દર્દી ઝડપથી રિકવર થાય છે.

રિલેટેડ ન્યૂઝ