ટેણિયો બન્યો પ્રેસિડેન્શિયલ એવોર્ડ વિનર

મુંબઇ,તા.4
કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે હાથ ધોવા સૌથી વધુ જરૂરી છે. યાદ કરો જ્યારે વાયરસ ફેલાયો હતો ત્યારે કેટલા વિડીયો સામે આવ્યા હતા. લોકોને સારી રીતે હાથ ધોવાના ઉપાય જણાવવામાં આવ્યા હતા. હવે હાથ ધોવા ખૂબ જરૂરી થઈ ગયું છે. આને જ લગતા એક ન્યૂઝ છે કેન્યાથી. અહીં એક 9 વર્ષના બાળકે એવું કમાલનું હેન્ડ વોશિંગ મશીન બનાવ્યું છે જેના માટે તેને પ્રેસિડેન્શિયલ એવોર્ડ મળ્યો છે.
આ બાળકનું નામ સ્ટીફન વામુકોટા છે. તેણે લાકડા અને પ્લાસ્ટિકની બોટલથી આ હેન્ડ વોશ મશીન બનાવ્યું છે. આ મશીનને બનાવવાની જાણકારી તેણે ટીવીથી શીખી. સ્ટીફન પોતાના પરિવાર સાથે મુકવા ગામમાં રહે છે જે કેન્યાના પશ્વિમી ભાગમાં છે. અહીં કોરોના વાયરસનો કોઈ કેસ નથી.
આ મશીનને ચલાવવા માટે તેણે લાકડાના બે પેડલ બનાવ્યા છે. જેમાંથી એકને ચલાવવાથી હેન્ડ વોશ નીકળે છે અને બીજાને ચલાવવાથી પાણી. આમશીનને ચલાવવા હાથનો બિલકુલ ઉપયોગ કરવાનો હોતો નથી. બધું કામ પગ વડે જ થાય છે. સ્ટીફનના પિતાએ જણાવ્યું કે, મેં વિન્ડો ફ્રેમ બનાવવા માટે કેટલીક ફ્રેમ ખરીદી હતી એક દિવસ હું ઘરે આવ્યો ત્યારે
સ્ટીફને તેમાંથી આ મશીન બનાવી રાખ્યું હતું.
સ્ટીફનના પિતા જેમ્સ વામુકોટા કહે છે કે, તેમને પોતાના દીકરા પર ગર્વ છે. આ કોન્સેપ્ટ સ્ટીફનનો જ હતો. તે કહે છે કે, તેની પાસે માત્ર 2 મશીનો છે પણ તે હજુ
બીજા બનાવવા માગે છે. સ્ટીફન તે 68 લોકોમાંથી છે જેમને સોમવારે પ્રેસિડેન્શિયલ એવોર્ડ આપવામાં આવ્યો. સ્ટીફન મોટો થઈને એન્જિનિયર બનવા માગે છે.

રિલેટેડ ન્યૂઝ