ટેક્નોલોજીનો મેળ થઇ જાય, ટીમ ઇન્ડિયા ‘ફિમેલ’ થઇ જાય

હાલમાં જ ભારતીય પૂર્વ ખેલાડી યુવરાજ સિંહે હાલના ક્રિકેટરોના મહિલા અવતારનો એક ફોટો પોસ્ટ કર્યો હતો. આ ફોટાની સાથે તેણે ફેન્સને પૂછ્યું હતું કે, તેઓ આમાંથી કયા ખેલાડીને ડેટ કરવા માગશે. આ જ કડીમાં હવે હરભજન સિંહે સીનિયર ખેલાડીઓના મહિલા અવતારનો ફોટો પોસ્ટ કર્યો છે. આ ફોટામાં સચિન તેંદુલકર, વીરેન્દ્ર સેહવાગ અને હરભજન પોતે પણ છે અને તે બધા જ ખૂબ જ ક્યૂટ દેખાઈ રહ્યા છે. આ ફોટાને પોસ્ટ કરતા હરભજન સિંહે લખ્યું, આમાંથી તમે કોને ડેટ કરવા ઈચ્છશો, જેવું કે યુવરાજ સિંહે પૂછ્યું હતું. હરભજન દ્વારા આ ફોટાને પોસ્ટ કરાયાની થોડી વાર પછી કમેન્ટ્સનો વરસાદ થઈ ગયો. કોઈકે સૌરવ ગાંગુલીની સરખામણી સેલેના ગોમ્સની સાથે કરી તો કોઈકે આશીષ નેહરાને તબૂ ગણાવ્યો. જ્યારે ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને હરભજન સિંહને શ્રીદેવી કહીને બોલાવ્યો હતો. હરભજનના આ ફોટા પરધવને કમેન્ટ કરતા લખ્યું, પાજી આપ તો શ્રીદેવીજી જૈસે લગ રહે હો. ઉલ્લેખનીય છે કે, જ્યારે યુવરાજ સિંહે હાલના સમયના ભારતીય ક્રિકેટરોના મહિલા અવતારનો ફોટો પોસ્ટ કર્યો હતો, તો મોટાભાગના લોકોએ
ભુવનેશ્વર કુમારને પોતાની ગર્લફ્રેન્ડના રૂપમાં પસંદ કર્યો હતો. જણાવી દઈએ કે, હાલમાં જ ટીમ ઈન્ડિયાના સ્પિનર યુજવેન્દ્ર ચહલે રોહિત શર્માનો એક આવો જ ફોટો પોતાના ટ્વીટર અકાઉન્ટ પર શેર કર્યો હતો. તે ફોટાને શેર કરતા ચહલે કેપ્શન આપ્યું હતું, કેટલા ક્યૂટ લાગી રહ્યા છો રોહિત શર્મા ભાઈ.

રિલેટેડ ન્યૂઝ