ટીમ ઇન્ડિયા પર દિગ-દિગંત ફિદા

નવી દિલ્હી તા,20
ભારતીય ક્રિકેટ ટીમે ગઇકાલે બ્રિસ્બેનમાં ઑસ્ટ્રેલિયા સામે નિર્ણાયક ટેસ્ટ જીતીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સિરીઝ 2-1થી જીતી લીધી એને પગલે સમગ્ર દેશમાં અને ક્રિકેટજગતમાં અજિંક્ય રહાણે ઍન્ડ કંપનીની ભરપૂર વાહ-વાહ થઈ રહી છે. ઘણા ખેલાડીઓ ઈજાગ્રસ્ત હોવા છતાં બાકીના ખેલાડીઓએ જે જ્વલંત જીત મેળવીને બ્રિસ્બેનમાં ભારત માટે નવા ઇતિહાસનું સર્જન કર્યું એને વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમ જ ખેલજગતના મોભીઓએ ખૂબ બિરદાવ્યું છે.
હ નરેન્દ્ર મોદી: ઑસ્ટ્રેલિયામાં ભારતીય ક્રિકેટ ટીમની જ્વલંત સફળતાથી આપણે સૌ કોઈ અતિ આનંદમાં આવી ગયા છીએ. આખી મેચમાં
અને સમગ્ર સિરીઝમાં ભારતીય ખેલાડીઓમાં દર્શનીય ઊર્જા અને જુસ્સો જોવા મળ્યા. અથાક પરિશ્રમ કરવા પાછળનો તેમનો આશય સ્પષ્ટ હતો. તેમણે ગજબના ધૈર્ય, હિંમત અને સંકલ્પશક્તિ બતાવ્યા. સમગ્ર ટીમને અભિનંદન અને ભવિષ્યની સિરીઝો માટે શુભેચ્છા.
હ સુનીલ ગાવસકર: યંગ ઇન્ડિયાએ બતાવી આપ્યું કે તેઓ કોઈ પણ કપરી પરિસ્થિતિથી ભયભીત નથી થતા. ભારતીય ટીમની 2-1ની આ જીતને હું 1971માં વેસ્ટ ઇન્ડિઝ તથા
ઇંગ્લેન્ડમાં ભારતે પહેલી વાર મેળવેલી જીતની બરોબરીમાં ગણું છું. એ સમયે ભારતીય ટીમનું માથું જે રીતે ગર્વથી ઊંચુ થયું હતું એવું અત્યારે અનુભવાઈ રહ્યું છે. ટીમ ઇન્ડિયાની જીત ક્રિકેટની સૌથી ફેમસ વિજયમાં અચૂક ગણાશે.
હ સચિન તેન્ડુલકર: આપણને આ ઐતિહાસિક મેચના તથા સમગ્ર સિરીઝના દરેક સત્રમાં નવો હીરો મળ્યો. જ્યારે પણ આપણા પર પ્રહાર થયો ત્યારે આપણે એક થઈને એ સ્થિતિનો સામનો કર્યો અને
સુધારા સાથે આગળ આવ્યા. નિર્ભય થઈને રમવાના અને અવિચારીભરી રમતને દૂર રાખવાની માન્યતાની એક નવી રેખા આપણે અંકિત કરી. ઇજાઓ અને અનિશ્ર્ચિતતાઓનો આપણી ટીમે મગજની સ્થિરતા તથા આત્મવિશ્ર્વાસથી સામનો કર્યો. આપણા ગ્રેટેસ્ટ સિરીઝ-વિજયમાં આ જરૂર ગણાશે! ભારતને અભિનંદન.
હ સૌરવ ગાંગુલી: શાનદાર વિજય… ઑસ્ટ્રેલિયા જઈને આ રીતે ટેસ્ટ-શ્રેણી જીતવી એ કમાલ જ કહેવાય. ભારતીય ક્રિકેટમાં આ જીત
હંમેશ યાદ રખાશે. ભારતીય ક્રિકેટ બોર્ડે ભારતીય ટીમ માટે પાંચ કરોડ રૂપિયાનું બોનસ જાહેર કર્યું છે, પરંતુ હકીકતમાં આ જીતનું મૂલ્ય તો ક્યાંય ઊચું કહેવાય. પ્રવાસી ટીમના પ્રત્યેક ખેલાડીને અભિનંદન. વેલ ડન.
હ વિરાટ કોહલી: વોટ એ વિન! યસ….આપણને ઍડિલેઇડની પ્રથમ ટેસ્ટની હાર પછી આપણા સામર્થ્ય પર શંકા કરનારાઓ ઊભા થાઓ અને જુઓ…આપણી ટીમે કેવી લાજવાબ જીત હાંસલ કરી. આપણી ટીમનો પર્ફોર્મન્સતો બેનમૂન હતો જ, મંગળવારે આખો દિવસ આપણા ખેલાડીઓમાં જે ગજબની દૃઢતા અને સંકલ્પ જોવા મળ્યા એની પ્રશંસા કરીએ એટલી ઓછી છે. બધા જ ખેલાડીઓ બહુ જ સારું રમ્યા. વેલ ડન. ટીમ મેનેજમેન્ટને પણ અભિનંદન.
મિત્રો, આ ઐતિહાસિક સિદ્ધિને ભરપૂર માણો. ચિયર્સ!
હ વીરેન્દ્ર સેહવાગ: ખુશી કે મારે પાગલ…આ નવ-ભારતની જીત છે. ઘર મેં ઘૂસકર મારા હૈ. ઍડિલેઇડમાં શું થયું અને હવે જુઓ કેવી અસાધારણ જીત મેળવી. આ યુવા
ખેલાડીઓએ આપણને સૌ કોઈને જીવનભરનો આનંદ આપ્યો છે. વર્લ્ડ કપની જીત પણ આપણે ઘણી મેળવી છે, પણ આ સ્પેશિયલ છે. હા, પંત તો એક્સ્ટ્રા સ્પેશિયલ હતો!
હ હરભજન સિંહ: વેલ ડન, કેપ્ટન અજિંક્ય રહાણે. મારા મતે આ
સૌથી મોટી સિરીઝ-જીત છષ. મોટા ખેલાડીઓ વિના પણ જીતી શકાય એ તમે દેખાડી દીધું.
હ મિતાલી રાજ: ભારતીય ટીમની પ્રશંસા માટે મને શબ્દો નથી જડતા. ગેબાના ગઢને જીતી લેવામાં આવ્યો. સંપૂર્ણપણે આ ટીમ-વર્કથી
મેળવવામાં આવેલી જીત છે. જબ હૌસલા હો બુલંદ તો હર મુશ્કિલ લગે આસાન!
હ એ. બી. ડી’વિલિયર્સ: વોટ અ ટેસ્ટ મેચ! ભારતીય ક્રિકેટનું ડેપ્થ હરીફોને ભયભીત કરી દે એવું છે. 17 નંબરના રિષભ પંત, વેલ પ્લેઇડ યંગ
મેન.
હ માઇકલ વોન: ગ્રેટેસ્ટ ટેસ્ટ-સિરીઝ વિન ઑફ ઑલ ટાઇમ…ભારતીયો, તમે અમને જીતવાનો માર્ગ બતાવી દીધો. તમારો પરચો જોઈને આ વર્ષની આખરમાં અમે પણ ઍશિઝ પાછી લઈ આવીશું.
હ શેન વોર્ન: ભારતીય ટીમને ખૂબ
ખૂબ અભિનંદન. ઑસ્ટ્રેલિયાની ધરતી પર હરીફો દ્વારા મેળવવામાં આવેલા સિરીઝ-વિજયોમાં આ જરૂર ગણાશે. પ્રથમ ટેસ્ટમાં 36 રનના લોએસ્ટ સ્કોર પર ઑલઆઉટ થઈ જવું અને પછી અનેક ખેલાડીઓને ઈજા થયા પછી પણ આવી શાનદાર જીત મેળવવી એ કમાલ જ કહેવાય.
હ અમિત શાહ: ઐતિહાસિક વિજય બદલ ભારતીય ટીમને સલામ. તમારી સિદ્ધિથી સમગ્ર દેશને ગૌરવ પ્રાપ્ત થયું છે. વેલ પ્લેઇડ, ટીમ ઇન્ડિયા!
હ શરદ પવાર (આઇસીસીના ભૂતપૂર્વ
પ્રમુખ): ભારતીય ટીમને ઐતિહાસિક જીત બદલ અભિનંદન. ઑસ્ટ્રેલિયા 32 વર્ષે ગેબામાં હાર્યું અને એની સામે એ યાદગાર જીત મેળવવામાં ભારત સફળ રહ્યું. ભારત માટે આ ઐતિહાસિક ક્ષણ છે. વેલ ડન.
હ ગૂગલ સીઇઓ
સુંદર પિચાઇ: ગ્રેટેસ્ટ ટેસ્ટ-વિનમાં આ જરૂર ગણાશે. ભારતને અભિનંદન. વોટ અ સિરીઝ!

રિલેટેડ ન્યૂઝ