ટીમ ઇન્ડિયાની કપ્તાની માટે ત્રિપલ-સ્ટાર

વિરાટ કોહલીની પાસે કેપ્ટન તરીકે ખુદને સાબિતકરવા માટે ખુબ ઓછો સમય બાકી છે. જો વિરાટ કોહલી ભારતને 2021 ટી20 વિશ્વકપ, 2022 ટી20 વિશ્વકપ અને 2023 વનડે વિશ્વકપમાંથી કોઈ એક ટૂર્નામેન્ટની ટ્રોફીમાંથી ન અપાવી શક્યો તો તેણે કેપ્ટનશિપ છોડવી પડી સકે છે. 2023 વનડે વિશ્વકપ બાદ કોહલીની ઉંમર 34-35 વર્ષ થઈ જશે, તેવામાં ભારતીય ટીમે નવા કેપ્ટનની શોધ કરવી પડશે. મહત્વનું છે કે એવા ત્રણ ક્રિકેટર છેસ જે વિરાટ કોહલીના સ્થાને ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી શકે છે.
રિષભ પંત: રિષભ પંત ટીમ ઈન્ડિયાનો આગામી કેપ્ટન બની શકે છે. છેલ્લા કેટલાક મહિનામાં પંતે ટીમ ઈન્ડિયા માટે સારૂ પ્રદર્શન કર્યુ છે
અને આ કારણ છે કે તે ત્રણેય ફોર્મેટમાં પોતાની જગ્યા પાકી કરી ચુકયો છે. રિષભ પંતની પાસે એક સ્માર્ટ મગજ છે. રિષભ પંતમાં કેપ્ટન બનવાના ઘણા ગુણ હાજર છે. આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સની આગેવાની કરતા રિષભ પંતે શાનદાર કામ કર્યુ છે.
શુભમન ગિલ: શુભમન ગિલે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ટેસ્ટ સિરીઝથી પોતાનું પર્દાપણ કર્યુ હતું. આ પ્રવાસ પર ગિલે વિશ્વના શાનદાર બોલર પેટ કમિન્સનો સારી રીતે સામનોકર્યો હતો અને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. શુભમન ગિલે 2019ની દેવધર ટ્રોફીમાં આગેવાની કરી હતી. ઈન્ડિયા સીની આગેવાની કરતા ગિલે પ્રથમ મેચમાં શાનદાર 143 રન બનાવ્યા હતા. ત્યારબાદ ઈન્ડિયા
સીની ટીમે ગિલની આગેવાનીમાં ફાઇનલ સુધીની સફર કરી હતી. સંભવ છે કે શુભમન ગિલ 2023ના વિશ્વકપ બાદ ટીમ ઈન્ડિયાની કમાન સંભાળતો જોવા મળે.
શ્રેયસ અય્યર: મુંબઈના 26 વર્ષીય બેટ્સમેન અય્યરે ભારતીય ટીમ
માટે પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત વર્ષ 2017માં કરી હતી. કેપ્ટનશિપની વાત કરીએ તો આઈપીએલ 2018માં અય્યરને દિલ્હીની ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આઈપીએલ 2020માં અય્યરની આગેવાનીમાં દિલ્હી કેપિટલ્સની ટીમ ફાઇનલ સુધી પહોંચી હતી. એટલે કે અય્યર પાસે કેપ્ટનનો પણ અનુભવ છે. બની શકે તે 2023ના વિશ્વકપ બાદ તેને ભારતીય ટીમની કમાન મળી શકે છે.

રિલેટેડ ન્યૂઝ