ટિકટોકે ભારતમાંથી માયા સંકેલવા માંડી

- ભારતીય કર્મચારીઓની છટણી કરી: વ્યવસાય બંધ કરવા કરી જાહેરાત

ચીનની સોશિયલ મીડિયા કંપની બાઈટડાંસે ભારતમાં પોતાનો વ્યવસાય બંધ કરવાની જાહેરાત કરી છે. ભારતમાં ટિકટોક અને હેલો એપ ચલાવનારી આ કંપનીની સેવાઓ પર પ્રતિબંધ છે. ટિકટોકના વૈશ્વિક ઈન્ટરિમ પ્રમુખ વેનેસા પાપ્પસ અને વૈશ્વિક વ્યાપાર સમાધાનના ઉપાધ્યક્ષ બ્લેક ચાંડલીએ કર્મચારીઓને મોકલેલા એક ઈમેલમાં કંપનીના નિર્ણય અંગે જણાવ્યું છે કે તેઓ ટીમની સાઈઝ નાની કરી રહી છે અને આ નિર્ણયથી ભારતના તમામ કર્મચારીઓ પ્રભાવિત થશે. ટિકટોક પર પ્રતિબંધના સાત મહિના બાદ બુધવારે કહ્યું કે તેઓ દેશમાં 2000થી વધુ કર્મચારીઓની છટણી કરશે. ટિકટોક તે 59 ચીની એપ્સમાં સામેલ છે, જેને સરકારે સ્થાયીરૂપે પ્રતિબંધિત કરવાનો નિર્ણય કર્યો છે. આ સૌથી લોકપ્રિય એપમાંથી એક હતી.
બાઈટડાંસના એક સૂત્ર મુજબ કંપનીએ
બુધવારે એક ટાઉન હોલનું આયોજન કર્યું, જ્યાં તેને ભારતમાં વેપારને બંધ કરવા અંગે જણાવ્યું છે. જ્યારે આ અંગે ટિકટોકના પ્રવક્તાનો સંપર્ક કરવામાં આવ્યો તો તેઓએ કહ્યું કે, કંપનીએ 29 જૂન 2020નાં રોજ જાહેર ભારત સરકારના આદેશનું સતત પાલન કરી રહી છે.
અધિકારીઓએ ભારતમાં કંપની પરત ફરશે તે અંગે અનિશ્ચિતતા વ્યક્ત કરી છે, પરંતુ સાથે કહ્યું કે આવનારા સમયમાં કંઈક થશે તેવી આશા છે. ઈમેલમાં કહેવામાંઆવ્યું છે કે, અમે તે નથી જાણતા કે અમે ભારતમાં ક્યારે પરત ફરીશું, અમે વિશ્વાસ રાખીએ છીએ કે આવનારા સમયમાં ફરી આવું કંઈક કરવાની આશા રાખીએ છીએ.
ચીન સાથેના ઘર્ષણ બાદ કેન્દ્ર સરકારે કેટલીક ચાઈનીઝ
એપ્સ
પર પ્રતિબંધ મુક્યો છે. ફર્સ્ટ
ફેઝમાં ટિકટોક સહિત જે 59 એપ્સ પર બેન લગાવ્યો હતો, તે ફરી ભારતમાં નહીં ફરે. સરકારે ઝશસઝજ્ઞસ, ઠયઈવફિં અને ઞઈ ઇજ્ઞિૂતયિ જેવી 59 મોબાઈલ એપ્સ પર હંમેશા માટે
પ્રતિબંધ લગાવી દીધો છે.
ટિકટોકના પ્રવક્તાએ કહ્યું કે, આ અફસોસજનક છે કે ભારતમાં લગભગ છ મહિના પોતાના 2000 કર્મચારીઓને સપોર્ટ કર્યા બાદ અમારી પાસે છટણી સિવાય કોઈ જ વિકલ્પ નથી.
એપ્સ પર પ્રતિબંધ
બાદ સરકારે આ કંપની પાસેથી ડેટા કલેક્શન અને સ્ટોરેજને લઈને સવાલ કર્યા હતા. જેનો જવાબ આ કંપનીઓ આપ્યો પરંતુ સરકાર કંપનીઓના જવાબથી સંતુષ્ટ નથી. મંત્રાલયે આ કંપનીઓને ગત સપ્તાહે એક નોટિસ પણ મોકલી છે.

રિલેટેડ ન્યૂઝ