ચોથી ટેસ્ટ:માર્નસની શતક સાથે ઓસિ.274/5

ઓસ્ટ્રેલિયાએ ભારત સામે ચાર ટેસ્ટ સીરિઝની અંતિમ મેચમાં બ્રિસ્બેન ખાતે 5 વિકેટે 274 રન કર્યા છે. દિવસના અંતે ટિમ પેન 38 રને અને કેમરુન ગ્રીન 28 રને અણનમ છે. કાંગારું માટે માર્નસ લબુશેન ટોપ સ્કોરર રહ્યો હતો. તેણે પોતાના ટેસ્ટ કરિયરની પાંચમી ફિફટી ફટકારતા 204 બોલમાં 9 ફોરની મદદથી 108 રન કર્યા.
તેના સિવાય મેથ્યુ વેડે 45 અને સ્ટીવ સ્મિથે 36 રનનું યોગદાન આપ્યું. ભારત માટે ટી. નટરાજને 2,
જ્યારે વી. સુંદર, શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ સિરાજે 1-1 વિકેટ લીધી.
સ્ટીવ સ્મિથની વિકેટ ગુમાવ્યા પછી લબુશેન અને મેથ્યુ વેડે કાંગારુંની ઇનિંગ્સ સંભાળી હતી. બંનેએ ચોથી વિકેટ માટે 113 રનની
ભાગીદારી કરી હતી. વેડે 87 બોલમાં 6 ફોરની મદદથી 45 રન કર્યા હતા. તે નટરાજનનો ટેસ્ટમાં પ્રથમ શિકાર બન્યો. નટ્ટુની બોલિંગમાં શાર્દુલ ઠાકુરે તેનો કેચ પકડ્યો.
કાંગારું ઓપનર્સ ટીમને સારી શરૂઆતઅપાવવામાં નિષ્ફ્ળ રહ્યા હતા. ડેવિડ વોર્નર 1 રને મેચની પહેલી જ ઓવરમાં મોહમ્મદ સિરાજની બોલિંગમાં સેક્ધડ સ્લીપમાં રોહિત શર્માના હાથે કેચ આઉટ થયો હતો. તે પછી માર્કસ હેરિસ 5 રને શાર્દુલ ઠાકુરની
બોલિંગમાં સ્કવેર લેગ પર સુંદરના હાથે કેચ આઉટ થયો હતો.
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. સીરિઝ 1-1ની બરાબરી પર છે. આ મેચ જીતનાર ટીમ શ્રેણી પોતાના નામે કરશે.
કાંગારું માટે સ્પિનર નેથન લાયન પોતાની 100મી ટેસ્ટ રમી રહ્યો છે, જ્યારે ભારત વતી તમિલનાડુના વી. સુંદર અને ટી. નટરાજન ડેબ્યુ કરી રહ્યા છે. ટી. નટરાજન એક જ ટૂર પર ટેસ્ટ, વનડે અને ઝ-20 ડેબ્યુ કરનાર ભારતની પ્રથમ પ્લેયર બન્યો છે.

રિલેટેડ ન્યૂઝ