ચૂંટણી પંચ સામે આજે મમતા બેનર્જીના ધરણાં

મમતાએ ટ્વિટ કરીને જાણકારી આપી કે ભારતીય ચૂંટણી પંચના બિનલોકતાંત્રિક અને ગેરબંધારણીય નિર્ણયના વિરોધમાં હું કાલે (મંગળવારે) બપોરે 12 કલાકે કોલકાતાના ગાંધીમૂર્તિ પર ધરણા પર બેસીશ. ચૂંટણી પંચના પ્રતિબંધ બાદ મમતા બેનરજી 12 એપ્રિલના રાતના 8 થી 13 એપ્રિલના રાતના 8 સુધી કોઈ પણ પ્રકારનો પ્રચાર નહીં કરી શકે.
મમતા બેનરજીએ એક ચૂંટણી સભામાં હિંદુ-મુસલમાન અંગે નિવેદન આપ્યું હતું.
બેનરજીએ મુસ્લિમોને ટીએમસીને વોટ આપવાની અપીલ કરી હતી. મમતા બેનરજી પર અર્ધસૈનિક દળો અને લઘુમતી સમૂદાયના વોટ ન વિભાજીત કરવાનું નિવેદન આપવાનો પણ આરોપ છે. મમતા પર પ્રચારનો 24 કલાકનો પ્રતિબંધમૂકતા ચૂંટણી પંચે તેમને તેમના ભાષણમાં કાબૂમાં રહેવાનું પણ જણાવ્યું છે. ચૂંટણી પંચે જણાવ્યું કે બંગાળના સીએમ બેનરજીએ કાયદો અને વ્યવસ્થા ન બગડે તેવું કોઈ ભાષણ ન આપવું જોઈએ. મમતાએ દમદમની એક
ચૂંટણી સભામાં જણાવ્યું તું કે હું ચૂંટણી પંચને હાથ જોડીને વિનંતી કરુ છું કે ફક્ત ભાજપનું ન સાંભળવામાં આવે, તમામ પક્ષોનું સાંભળવામાં આવે, પક્ષપાતી વલણ ન અપનાવવામાં આવે.

રિલેટેડ ન્યૂઝ