ગ્રુપ-Aમાં આયર્લેન્ડને 70 રને પરાજય આપતું શ્રીલંકા

- હસરંગએ 71 અને પથુમ નિસાંકાએ 61 રન ફટકાર્યા: 172 રનના ટાર્ગેટ સામે આયર્લેન્ડ 101 રનમાં ખખડી ગયું

ટી20 વર્લ્ડકપમાં ગ્રુપ-એ માં ગઈકાલે રમાયેલા આયર્લેન્ડ સામેના મેચમાં આસાનીથી 70 રને વિજય મેળવી શ્રીલંકાએ મહદ અંશે સુપર-12 સ્ટેજ માટે પોતાનું નામ લગભગ નક્કી કરી લીધું છે. તે 4 પોઇન્ટ સાથે ગ્રુપમાં ટોપ પર છે. આયર્લેન્ડની ટીમ 172 રનના લક્ષયાંકનો પીછો કરતા 18.3 ઓવરમાં 101 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. જેમાં એન્ડર્યું બેલબિરનીએ 41 અને કરટીસ કેમ્ફીરે 24 રનનું યોગદાન આપ્યું હતું. શ્રીલંકા વતી મહિસ થિકસાનાએ 3, કૃણારત્ન અને લહીરૂએ બબ્બે વિકેટ ઝડપી હતી.
આ પહેલા શ્રીલંકાનીટીમે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગમાં હસરંગાના 71, શનાકાના 21 રન અને પથુમ નિસાંકાના 61 રનની મદદથી 20 ઓવરમાં 7 વિકેટે 171 રન નોંધાવ્યા હતા. આયર્લેન્ડ વતી જોશુઆ લિટલે સર્વાધિક 4 અને માર્ક અડેરએ 2 વિકેટ
ઝડપી હતી.

રિલેટેડ ન્યૂઝ