ક્ધયા (કૂતરા સાથે) પધરાવો સાવધાન!

સમગ્ર દુનિયામાં વસવાટ કરતો મનુષ્ય પ્રાણી પોત-પોતાની માન્યતાના આધારે જીવન વ્યતિત કરતો હોય છે. સૌ પોત-પોતાના ધર્મો અનુસાર આચરણ કરતો હોય છે, દરેકની પોતાની એક ધાર્મિક પ્રણાલી હોય છે. તો બીજી તરફ એવા પણ છે કે, જેઓ કોઈપણ ધર્મને માનતાં નથી અને માત્ર પોતાના કર્મને જ મહાન ગણતાં હોય છે, ટૂંકમાં રેસનાલિસ્ટ વિચારધારાને ફોલો કરતાં હોય છે. ધર્મ કોઈ પણ હોય, પરંતુ તેમાં અંધશ્રદ્ધા એ અધોગતિનું કારણ બબને છે. કારણ કે, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે ખૂબ જ પાતળી ભેદરેખા હોય છે આ ભેદરેખાને સમજનારા લોકો શ્રદ્ધા રાખે છે અને ભેદરેખા ઓળંગનારો મનુષ્ય અંધશ્રદ્ધામાં ડૂબી જાય છે. અહીં કોઈ નિશ્ર્ચિત ધર્મની વાત નથી, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની પાતળી ભેદરેખાની વાત છે! કેટલાંક વિસ્તાર અંધશ્રદ્ધાના કારણે જાણીતા છે!
આવી જ એક અંધશ્રદ્ધા વિશે આજે આપણે વાત કરીએ ઝારખંડમાં
કેટલાંક દુર્ગમ વિસ્તારો આવેલાં છે આ વિસ્તારોમાં પોતાની વ્હાલસોઈ દીકરીના લગ્ન શ્ર્વાન (કૂતરા) સાથે કરાવવામાં આવે છે! વાંચીને આંખો પહોળી થઈ ગઈને? પણ, આ વાત બિલ્કુલ સત્ય છે! યાદ રહે પુત્રીઓના વિવાહ કૂતરા સાથે કરાવવાનો રિવાજ સદીઓ પુરાણો છે! એકવીસમી સદીમાં પણ આ પ્રકારનું અંધશ્રદ્ધાભર્યું કૃત્ય બેરોકટોકપણે થઈ રહ્યું છે. આધુનીક સદીમાં પણ આવી પોકળ માન્યતાઓમાં મનુષ્ય રાંચી રહ્યો છે એ વાત ખરેખર કમકમાટી ઉપજાવનારી છે.અહીંના લોકો અંધશ્રદ્ધામાં એટલી હદે ડૂબેલાં છે કે, પોતાની પુત્રીના કૂતરા સાથે લગ્ન કરાવી હોંશે-હોંશે કૂતરાને જમાઈ બનાવીને પોતાના ઘરે લઈ આવે છે! આ લગ્ન સામાન્ય લગ્ન જેવા જ હોય છે. ફરક એટલો હોય છે કે વર તરીકે નવયુવાનની જગ્યાએ કૂતરો હોય છે! આ પ્રકારના વિચિત્ર લગ્નમાં લોકોને આમંત્રણ અપાય છે, મોટા-મોટા પંડાલ લગાવાય છે, લગ્ન કરાવનારાઓને બોલાવાય છેઅને ત્યાંના રિત-રીવાજ અનુસાર લગ્નને સંપન્ન કરાવવામાં આવે છે. એટલું ઓછું હોય તે રીતે લગ્નમાં પોતાની યથાશક્તિ મુજબ જાત-જાતના વ્યંજન બનાવવામાં આવે છે અને મહેમાનોને આગ્રહપૂર્વક જમાડવામાં આવે
છે. આ લગ્નમાં સગા-સંબંધીઓથી માંડીને આડોસ-પાડોસ અને સ્નેહીજનો પણ ઉપસ્થિત રહે છે.
મૂળ વાત એ કે, આવા દુર્ગમ વિસ્તારોમાં રહેનારી આ પ્રજા પોતાની પુત્રીના લગ્ન કૂતરા સાથે શા માટે કરાવવામાં આવે છે?
શા માટે લગ્ન કરાવનારાઓને બોલાવવામાં આવે છે? શા માટે મોટા-મોટા પંડાલ-મંડપ નાખવામાં આવે છે? શા માટે સગા-સંબંધીઓ અને સ્નેહીઓને આમંત્રણ આપવામાં આવે છે? શા માટે ભોજનીયાં માટે ખર્ચ કરતાં હોય છે? આવા સવાલો સામાન્ય મનુષ્યને મૂંઝવતાં હશે.

ઝાખરખંડના દુર્ગમ વિસ્તારોમાં રહેનારી આ પ્રજાનું માનવું છે કે, જ્યારે પોતાના ઘરે બાળકીનો જન્મ થાય અને જો તે બાળકીના શરીર ઉપર કોઈ પ્રકારનું લાખું (કાળો ડાઘ) હોય તો તેનો અર્થ એ થયો કે, આ બાળકીના લગ્ન બાદ તેણીના પતિનું નિકટના ભવિષ્યમાં મૃત્યુ થઈ જશે. આ જ કારણ છે કે, પોતાના ભાવિ જમાઈના જીવનની સુરક્ષા કરવા માટે ઝારખંડના દુર્ગમ વિસ્તારની પ્રજા પોતાની દીકરીના લગ્ન કૂતરા સાથે કરાવડાવે છે અને માને છે કે, આવું કરવાથી પોતાની દીકરીને શાપમાંથી મુકત થઈ જશે. અશુભ સમયના પ્રભાવને દૂર કરવાના નામે પોતાની વ્હાલસોઈ દીકરીના લગ્ન કૂતરા સાથે કરાવડાવે છે. ઝારખંડના દુર્ગમ વિસ્તારોમાં રહેતી આ પ્રજામાં એટલો અંધવિશ્ર્વાસ પ્રસરેલો છે કે, આ પ્રકારના કૃત્યો કરવાથી પણ તેઓ પોતાની જાતને રોકી શકતાં નથી.

રિલેટેડ ન્યૂઝ