કોહલીએ તોડ્યો સચિન તેંડૂલકરનો વધુ એક રેકોર્ડ

કેપ્ટન વિરાટ કોહલીએ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની બીજી વનડે મેચમાં અનેક રેકોર્ડ બનાવ્યા છે. જેમાંથી એક રેકોર્ડ સૌથી ઝડપી 22 હજાર ઈન્ટરનેશનલ રનનો હતો. વિરાટ કોહલીએ ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો. આ આંકડા સુધી પહોંચવા માટે વિરાટ કોહલીએ 462 ઇનિંગ્સ રમી હતી, જ્યારે સચિન 493 ઇનિંગમાં આ આંકડો સુધી પહોંચ્યા હતા. મેચની વાત કરીએ તો વિરાટે 418 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. બીજી તરફ સચિને તેમની 418 આંતરરાષ્ટ્રીય મેચોમાં 21 હજારનો આંકડો પાર કરી લીધો હતો. એટલું જ નહીં, રવિવારે ઓસ્ટ્રેલિયા સામેની વનડેસિરીઝની બીજી મેચમાં કોહલીએ વનડે ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનની યાદીમાં મુહમ્મદ અઝહરુદ્દીનને પાછળ છોડી દીધા હતા. કેપ્ટન તરીકેની 91મી મેચમાં કોહલીએ અઝહર (5243)ને પાછળ
છોડી દીધા. કોહલીએ અગાઉ 90 મેચની 86 ઇનિંગ્સમાં 5168 રન બનાવ્યા હતા. તેઓ અઝહરથી 75 રન પાછળ હતા.
કેપ્ટન તરીકે કોહલીનું પ્રદર્શન શ્રેષ્ઠ રહૃાું છે. વિરાટે વન-ડેમાં કેપ્ટન તરીકે રિપોર્ટ લખવાના સમય
સુધીમાં 21 સદી ફટકારી છે. કોહલીએ આ મેચમાં 89 રનની ઇનિંગ્સ રમી હતી. તેમણે 87 બોલની ઇનિંગ્સમાં સાત ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન તરીકે વિરાટ કોહલીની આ 91મી અને આમ 250મી મેચ હતી.

રિલેટેડ ન્યૂઝ