કોરોનાથી બેખૌફ ક્રિકેટ ફેન્સ

27મીથી ભારત-ઓસ્ટ્રેલિયાની વન-ડે અને ટી-20 સિરીઝની તમામ ટિકિટ અડધા કલાકમાં જ વેચાઈ ગઈ

ભલે દુનિયાભરમાં કોરોના વાયરસનો ડર ચારેય તરફ ફેલાયો હોય, પરંતુ તેમ છતા ક્રિકેટ ફેન્સનું ઝનૂન સાતમાં આકાશે છે. ભારત અને ઑસ્ટ્રેલિયાની વચ્ચે 27 નવેમ્બરથી વનડે સિરીઝની શરૂઆત થઈ રહી છે અને ત્યારબાદ ત્રણ ટી-20 મેચોની સિરીઝ પણ થવાની છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ બંને સિરીઝની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે. કોરોના વાયરસ છતા આ ટિકિટ ફક્ત અડધા કલાકમાં વેચાઈ ગઈ છે.
શુક્રવારના ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ સિરીઝની 2 વનડે અને 3 ટી-20 મેચો માટે ટિકિટોનું ઑનલાઇન વેચાણ કર્યું અને
ફક્ત 30 મિનિટમાં તમામ ટિકિટ વેચાઈ ગઈ. જોકે પહેલી વનડે માટે અત્યારે પણ 1900 સીટો બાકી છે અને બાકીની બે વનડે મેચો અને ટી-20 મેચો માટે સ્ટેડિયમ હાઉસફુલ થઈ ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે ઑસ્ટ્રેલિયાનીવિરુદ્ધ વનડે અને ટી-20 સિરીઝ બાદ 4 ટેસ્ટ મેચોની સિરીઝ પણ થશે, જેની શરૂઆત 17 ડિસેમ્બરથી એડિલેડમાં થશે. આ મુકાબલો ડે-નાઇટ ટેસ્ટ હશે અને આમાં સરકારે 50 ટકા દર્શકોને મેચ જોવાની પરવાનગી આપી છે. એડિલેડ
સ્ટેડિયમની ક્ષમતા 54 હજાર દર્શકોની છે. એટલે કે 27 હજાર દર્શકો પહેલી ટેસ્ટની મજા માણી શકે છે. તો ક્રિસમસના અઠવાડિયામાં થનારી બોક્સિંગ ડે ટેસ્ટમાં પણ 25 હજાર દર્શકોને એન્ટ્રી મળવાની પરવાનગી મળી છે. જોકે મેલબર્ન ક્રિકેટ સ્ટેડિયમની ક્ષમતા એક લાખ છે. ફેન્સની સુરક્ષિત એન્ટ્રી માટે વિક્ટોરિયાની સરકાર અને મેલબર્ન ક્રિકેટ ક્લબ મળીને કોરોના સુરક્ષા પ્લાન તૈયાર કરી રહી છે.

રિલેટેડ ન્યૂઝ