કૃષિમાં ક્રાંતિકારી સુધારા; ‘દલાલો’ ખેતર છોડો!

જનો લેખ શાયદ ખુબ મોટો છે પણ જરાઈ ખોટો નથી. કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતોની આવક બમણી કરવાની વડાપ્રધાન મોદી ઘણાં ટાઈમથી કેસેટ વગાડી રહ્યા હતા. તેને માણવાનો અને અનુભવવાનો લેખ છે. કૃષિ સુધારા બિલ ગઈકાલે રાજ્યસભામાં પણ પાસ થઈ ગ્યું એટલે હવે વચેટીયાઓના દલાલો ગમ્મે તેવી છાતીઓ કૂટે કંઈ ફેર પડવાનો નથી. ખાસ કરીને માર્કેટીંગ યાર્ડોના સત્તાધિશો, અનાજ સહિતના ખેત ઉત્પાદનોના સંઘરાખોરો, જથ્થાબંધ વેપારીઓ અને કમિશન એજન્ટોનો હવે ગિરાસ લૂંટાઈ જવાનો. મોનોપોલી ખતમ. હવે ખેડૂતો પોતાના ઉત્પાદનને ફાવે ત્યાં, ઈચ્છે તે ભાવે વહેંચી શકશે એટલું જ નહિં, પાણી (કૂવા)ની સગવડ વગરના બારાત ખેતરો ભાડે આપી ચોમાસું સિવાયના આઠેય માસ પણ કમાણી કરી શકશે. રાજ્યસભામાં બિલ પાસ થતું અટકાવવા વિપક્ષે કંઈ કસર છોડી નહોતી. પણ ખેડૂતોના નસીબ વધુ સારા નિવડ્યા. રાજ્યસભામાં કોંગ્રેસ, આરજેડી, સપા, ડીએમકે, ટીએમકે અને બસપા જેવી પાર્ટીઓએ ખૂબ ધમપછાડા કર્યા. અટકાના, ભટકાના ઔર લટકાના… માં માનતા પક્ષોએ કહ્યું બિલને સિલેકટ કમિટી (મતલબ કે અભેરાઈ પર) જવા દો. રાજ્યસભામાં ભાજપના 86 મળી એનડીએના 109 સાંસદો જ છે. બિલ પાસ કરવા 122 સભ્યોનો ટેકો જરૂરી હતો. ર45 સભ્યોવાળી રાજ્યસભામાં ભાજપ-એનડી પાસે બહુમત નથી. પણ કોંગે્રસ સહિતના વિપક્ષોમાં ફાટફૂટ હતી તે ફળી અને જેમ-તેમ તોય બિલ પાસ થઈ ગ્યું. હવે જેનો ગરાસ લૂંટાઈ જવાનો નકકી છે. પેટના બળ્યા ઈવડા નિકળ્યા દેશ બાળવા. પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં ચહલ-પહલ વધુ છે. ‘કિસાન સંઘર્ષ સમિતિ’ જેવા બેનર તળે તેઓ સૌ પ્રથમ પંજાબ બંધ યોજશે. પછી ર4થી ર6 સપ્ટેમ્બરે રેલ રોકો જેવા દાખડા કરશે. તો’ય મેળ નહીં પડે તો ‘ભારત-બંધ’નું આહવાન પણ કરશે. આ લોકો કોઈકાળે ખેડૂતો પરનો પોતાનો પ્રભાવ જતો કરવા માંગતા નથી. માર્કેટીંગ યાર્ડોના પિંજરામાંથી છૂટી મૂક્ત વેપાર માટે ઉડાનારા ખેડૂતોને એમ કહીને તેઓ ભરમાવી રહ્યા છે કે ખુલ્લા આકાશમાં રખે ને કોઈ તમારો શિકાર કરી લેશે તો? આ એ જ તત્ત્વો છે જેણે આજ સુધી ખેડૂતોની પાંખો બાંધી રાખી હતી. દેશમાં 80 એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને 150 રિસર્ચ સેન્ટર છે. પણ હરામ છે, ખેડૂતોને ત્યાં ડોકાવા પણ દીધા હોય તો. હવે આકાશ ખુલી રહ્યું છે ત્યારે હરામખાયાઓ તરફડિયાં મારવા માંડ્યા છે. બીક બતાવી રહ્યા છે કે, કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી કોર્પોરેટ ઘરાના જમીનો પર કબ્જો કરી લેશે. ખેડૂતો માલિક મટી મજૂર બની જશે. પણ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ, કર્ણાટક, આન્ધ્ર પ્રદેશ, તેલંગાણા, તમિલનાડૂ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને આપણા ગુજરાતમાં કોર્પોરેટ ક્ષેત્રો દ્વારા વર્ષોથી ખેતી થઈ જ રહી છે, શું તૂટી ગ્યું? મિનિમમ સપોર્ટિંગ પ્રાઈસ (લઘુત્તમ ટેકાના ભાવે અર્થાત: ખજઙ) ખત્મ થઈ ગયા શું? ઊલ્ટાના જે નાના ખેડૂતો માટે આધુનિક ઓજારો, યંત્રો, બિયારણ, રાસાયણિક દવા ખરીદવા કે અતિવૃષ્ટિ કે દૂષ્કાળ જેવા સમયમાં માથે હાથ દઈ રોવા સિવાય કોઈ આરો નથી તેવા મજબૂર ખેડૂતોને ઊંચા બજાર ભાવે ખેતરના ભાડાં મળશે અને મજૂરી (શ્રમ)નું વળતર લટકામાં. આ કારણે જ ખેડૂતોના નામે નરી રાજનીતિ કરનારાના પેટમાં તેલ રેડાયું છે. સૌરાષ્ટ્ર-ગુજરાતનાં ખરાઅર્થમાં કૃષિ તજજ્ઞો અનુક્રમે પાલાભાઈ આંબલિયા (દ્વારકા), ગિરધરભાઈ વાઘેલા (ભાણવડ), નાગજીભાઈ ભાયાણી (વીસાવદર), રતનશીભાઈ ડોડિયા (ધ્રાંગધ્રા), સાગરભાઈ રબારી (અમદાવાદ), કુલદીપભાઈ સાગર (દસાડા-પાટડી), રાજેન્દ્ર ખિમાણી (અમદાવાદ), મનોજભાઈ પટેલ અને જયેશ પટેલ (સુરત)નો મત પણ મળતો આવે છે. બધ્ધા જ જાણે છે કે, હોતી હૈ ચલતી હૈ….ની નીતિ બદલાવ્યા વિનાં ખેડૂતોની આવક ર0રર સુધીમાં બમણી ન કરવી હોય તો શું અરીસા સામે મૂકીને કરવી? આપણે ત્યાં લોકશાહી તો નામની છે. મૂળે કેન્દ્રમાં સત્તાશાહી છે. જે કંઈ કરવું એ સત્તા ટકાવવા અથવા મેળવવા કરવું એવી કોમન આઈડિયોલોજિ છે. જે કોંગ્રેસ અત્યારે મોદી સરકારના કૃષિ કાયદાનો વિરોધ કરી રહી છે, એ જ કોંગ્રેસે ર014થી ર019ની લોકસભાની ચૂંટણીના ઢંઢેરામાં આવા જ કાનૂનનું વચન આપ્યું હતું. ર019માં કોંગ્રેસે વાયદો કર્યો હતો કે, જો તે સત્તામાં આવશે તો એગ્રીકલ્ચર પ્રોડ્કટ માર્કેટ કમિટી અર્થાત: અઙખઈ એકટને જ ખતમ કરી નાંખશે, જેથી ખેડૂતો પોતાની ઉપજ પોતાની મરજી પ્રમાણે ગમ્મે તે રાજ્યોમાં વેંચી શકશે. કોંગ્રેસે એમપણ કહ્યું હતું કે, આવશ્યક ચીજ-વસ્તુને લગતો 1955નો કાયદો પણ જૂનો-પૂરાણો એટલે કે અ-પ્રાસંગિક થઈ ગયો હોઈ, તેને પણ બદલાવીશું. ડો.મનમોહનસિંહે તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માટે ખાસ કમિટી બનાવી હતી. કમિટીએ ર013માં રિપોર્ટ સબમિટ કર્યો તેમાં સાફ લખ્યું હતું કે, ખેડૂતોને તેના પાક ગમ્મે ત્યાં વેંચવાની છૂટ નહીં મળવાથી તેઓ વચેટિયા (દલાલો)ની જાળમાં ફસાય જાય છે અને ઉત્પાદનના વાજબી ભાવ મળતા નથી. ર013માં કોંગ્રેસ નેતા અજય માકનએ બા-કાયદા પ્રેસ કોન્ફરન્સ બોલાવી કહ્યું હતું કે, ખેડૂતોને તેના ખેત-ઉત્પાદનના ઉચિત ભાવ અપાવવા અને મોંઘવારી ઘટાડવા માર્કેટીંગ યાર્ડો સાથે સંલગ્ન કેટલાય નિયમો ખતમ કરવા પડશે. આ પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધી પણ હાજર હતા. હવે આ જ કામ ગઈકાલે (રવિવારે) મોદી સરકારે કરી નાંખ્યું તો કોંગ્રેસ ભડકી ગઈ અને ખેડૂતોને પણ ભડકાવા લાગી. પંજાબ-હરિયાણામાં સ્થિતિ ઊંધી-ચત્તી છે. બન્ને રાજ્યોમાં ખેડૂતો બહુમતીમાં હોવાથી તેના મત માટે રાજકીય પક્ષે ઊંધુ ઘાલીને મચી પડ્યા છે. પંજાબમાં કોંગ્રેસની સરકાર છે એટલે ભાજપના સહયોગી જ કેન્દ્રીય કૃષિ સુધારા બિલનો વિરોધ કરી રહ્યા છે અને હરિયાણામાં સત્તા પર ભાજપ હોવાથી કોંગ્રેસ ઊહાપોહ મચાવી રહી છે. સરવાળે બેઉ ખોટા છે. બધ્ધા રાજકારણીઓ માર્કેટીંગ યાર્ડોના માધ્યમથી ગામે ગામના ખેડૂતો પરનું અત્યાર સુધી રહેલું વર્ચસ્વ ખતમ થવાની ધારણાએ ઊધામા મચાવી રહ્યા છે. એકપણ હરામખાયા પાસે એ પ્રશ્ર્નનો કોઈ ઉત્તર નથી કે ખેડૂતોના ખેતરેથી પાણીના મૂલે પડાવી લેવાતા શાકભાજી કે અનાજ તેના વપરાશકાર ગ્રાહકો સુધી પહોંચતા સુધીમાં 8થી 10 ગણા મોંઘા થઈ જાય તો વચ્ચેની મલાઈ ઝાપટી કોણ જાય છે? દુનિયામાં એકમાત્ર ખેડૂત એવો મજબૂર વર્ગ છે જેને પોતાના પેદા કરેલા ઉત્પાદનોના ભાવ નકકી કરવાનો અધિકાર નથી. જે-તે ચંડાળ ચોકડી પાસે છે. અને વચેટીયાઓ, જથ્થાબંધ વેપારીઓ, રિટેઈલરો અને સંઘરાખોરોની એ ચંડાળ ચોકડી જે-તે રાજકીય પક્ષો માટે હુકમનાએક્કા જેવી હોય એટલે અત્યાર લગણ ભક્તિ ચાલી. અંગ્રેજોએ શરૂ કરેલી એગ્રીકલ્ચર માર્કેટીંગ બોર્ડની સિસ્ટમને આજ પર્યંત એટલેજ શાસક-વિરોધ પક્ષો પોત-પોતાની અનુકૂળતા મુજબ નિભાવતા આવ્યા. અંગ્રેજોની
તો ખેર, ચાલ જ હતી ખેડૂતોને ગરીબ, ઓશિયાળા રાખવાની. તાકી ખુદ કી સલ્તનત બરકરાર રહે. દેશી-શાસકો પણ અંગ્રેજોના માથાનાં નીકળ્યા. માર્કેટીંગ બોર્ડનું નામ જ બદલ્યું. ખેત ઉત્પન્ન બજાર અર્થાત માર્કેટીંગ યાર્ડ થયું પણ પધ્ધતિ એ જ શોષણની રહી. મોદી સરકારે આઝાદ હિન્દુસ્તાનના ઈતિહાસમાં એ પ્રથા (પધ્ધતિ) નાબૂદ કરવા ગઈકાલે (રવિવારે) પહેલ કરી છે, પરિણામની પરવા કર્યા વિના! ભાજપની સહયોગી પાર્ટી શિરોમણી અકાલી-દળના નેતા અને કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌરે રાજીનામું ધરી દઈ એનડીએને માઠા પરિણામનાં એંધાણ આપી દીધાં છતાં મોદી સરકાર પોતાના લક્ષ્યમાં ‘અટલ’ રહી કેમ કે કિસાનોની આવક બમણી કરવાની વાત માત્ર ‘ચૂનાવી જૂમલા’ નહોતોે. ટ્રિપલ તલ્લાક કાનૂનની સમાપ્તી, જમ્મુ-કાશ્મીરને કલમ-370ની ગુલામીમાંથી આઝાદી અને અયોધ્યામાં ભવ્ય રામમંદિર નિર્માણની પરિપૂર્તિ જેવી જ દ્રઢ ઈચ્છાશક્તિ હતી. અન્ય રાજકીય પક્ષો જેવી સંકિર્ણ માનસિકતાવાળાનું તેમાં કામ નહીં.
ખરું કહું તો, કૃષિ સુધાર કાનૂન રાજકીય ચશ્માથી જોવાનો મામલો છે જ નહીં. તેના માટે બ્રોડ-માઈન્ડથી બોલ્ડ-ડિસિઝન
લેવા સુધીની પ્રક્રિયા સમજવાની ક્ષમતા જોઈએ. દેશમાં લગભગ 52 ટકા જનસંખ્યા ખેતી-પ્રધાન છે. આટલી મોટી જનઆબાદી બારે માસ ચોવીસે કલાક તનતોડ જહેમત કરે છતાં દેશનાં સકલ ઘરેલું ઉત્પાદન (ૠઉઙ)માં યોગદાન ફકત 17થી 18 ટકાએ જ કેમ અટકી જાય છે? વર્ષ ર016નાં એક રિપોર્ટ મુજબ દેશના ખેડૂતોની પ્રતિ માસ સરેરાશ આવક માત્ર 6,400 રૂપિયા એટલે કે, વર્ષે ફકત 77000 જેટલી જ છે. ચિંતન અને ચિંતાજનક વાત છે કે, આજની તારીખે દેશનાં 52 ટકા ખેડૂતો કર્જદાર છે. દરેક માથે સરેરાશ 1.04 લાખના દેવાનો બોજ છે: કમાણી કરતાં સવાયો! કર્જના કારણે ગયા વર્ષે 10,000 ખેડૂતોએ આત્મહત્યા વ્હોરી લીધી હતી. આ બધ્ધું જ અંગ્રેજોના વખતથી આજ પર્યંત યથાવત જ રહ્યું. મોદી તો હજૂ બે ટર્મથી દિલ્હીની ગાદીએ બેઠા. એ પહેલા લગભગ 50-55 વર્ષ રાજ કરનારાને આવી સ્થિતિ બદલ દોષ ન દઈએ તો કોને, કાળિયા ઠાકરને દઈએ? દસકાઓ જૂની આ સ્થિતિ બદલાવવા કોઈએ તો પહેલ કરવી જ પડે ને? મોદી સરકારે કરી છે. પણ હજૂ તો ભેંસ ભાગોળે ને છાશ છાગોળે છે ત્યાં વિપક્ષોએ ઘરમાં ધમાધમ મચાવી દીધું છે. કહે છે, સરકાર ‘કોન્ટ્રાક્ટ’ ફાર્મિંગના નામે રિલાયન્સ કે અદાણી જેવી જાયન્ટ કંપનીઓને હવાલે ગરીબ ખેડૂતોની જમીન કરી દેવા માગે છે. જો કે, એમાં પણ વાસ્તવિકતા જૂદી છે. કંપનીઓ એકી શેઢે કહી શકાય એવી સેંકડો-હજ્જારો વીઘા કે એકર જમીનો અમૂક વર્ષના કોન્ટ્રાકટથી ભાડે રાખશે એ નકકી, પણ ભાડાં-કરાર જિલ્લા કલેકટરોએ નકકી કરેલા માપદંડના આધારે થશે. વિવાદના કિસ્સાઓમાં પણ એસડીએમ કોર્ટ 30 દિવસમાં જ ચૂકાદો આપશે. મલ્ટીનેશનલ કક્ષાની કંપનીઓ અત્યાધૂનિક પધ્ધતિથી ખેતી કરવાની. હેલિકોપ્ટર કે મીની એરક્રાફ્ટથી દવા છાંટવાની, બિયારણ પણ ઉચ્ચત્તમ ક્વોલિટીનું વાપરવાની, જે બધ્ધું નાના-ગરીબ ખેડૂતો માટે સંભવ નથી. દેશમાં આવા નાના ખેડૂતોની ટકાવારી 86 ટકા જેટલી મોટી છે. આ તમામ ખેડૂતોને ઈતિહાસમાં પ્રથમવાર પોતાના ખેતરના ભાડાં મળશે. ઉપરાંત પોતાના જ ખેતરમાં ઊંચા વળતર સાથે કામ કરવા મળશે. જમીનની માલિકી બદલાવાની નથી. ઊલ્ટાનું મલ્ટીનેશનલ કંપનીઓએ ફળદ્રુપ બનાવેલી જમીન વખત જતાં (કરાર પૂરો થયે) પોતાની જ બની રહેતા ધારે તો સ્વતંત્રપણે ખેતી કરી શકશે, યા તો વધુ ઊંચા દામે નવો કોન્ટ્રાકટ કરી શકશે. રહી વાત હાલમાં ઉપજાવેલી આશંકાઓની તો પડશે એવા દેવાશે. જોર જબ્બરદસ્તી તો સદ્દામ કે ગદ્દાફી જેવા હીટલરોની પણ ચાલી નથી તો કંપની કીસ ખેત કી મૂલી હૈ? માત્ર બુરું કે ભૂંંડુ જ વિચાર્યા કરવાથી દળદળ ફીટવાનું? નવી પેદા થનારી અડચણો માટે નવા કાનૂની સુધારા ક્યાં કરી નથી શકાતા? ગિરનાર ઊંચો છે, પગથિયાં લીસા છે, તડકો આકરો છે અને પાલખી વાળા પણ ‘કજાડા’ છે એવું ધાર્યા કરવાથી શિખર પર ચડાશે કે તળેટીએથી શિખર તરફ ડગલા માંડવાથી? માટે માઁ મૂલી ને બાપ ગાજર હોય એવા લોકો ગમ્મે તેવા ભરમાવે, ખેડૂતોએ ઈન મીન ને સાડા તીન કરી કહી દેવું પડશે કે ‘દયાળું’ તમો ન નડો તો સેવા જ છે!!

હવે આકાશ ખુલી રહ્યું છે ત્યારે હરામખાયાઓ તરફડિયાં મારવા માંડ્યા છે. બીક બતાવી રહ્યા છે કે, કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી કોર્પોરેટ ઘરાના જમીનો પર કબજો કરી લેશે. ખેડૂતો માલિક મટી મજૂર બની જશે. પણ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ, કર્ણાટક, આન્ધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડૂ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને આપણા ગુજરાતમાં કોર્પોરેટ ક્ષેત્રો દ્વારા વર્ષોથી ખેતી થઈ જ રહી છે, શું તૂટી ગ્યું? મિનિમમ સપોર્ટિંગ પ્રાઈસ (લઘુત્તમ ટેકાના ભાવ અર્થાત: ખજઙ) ખત્મ થઈ ગયા શું? ઊલ્ટાના જે નાના ખેડૂતો માટે આધુનિક ઓજારો, યંત્રો, બિયારણ, રાસાયણિક દવા ખરીદવા કે અતિવૃષ્ટિ કે દૂષ્કાળ જેવા સમયમાં માથે હાથ દઈ રોવા સિવાય કોઈ આરો નથી તેવા મજબૂર ખેડૂતોને ઊંચા બજાર ભાવે ખેતરના ભાડાં મળશે અને મજૂરી (શ્રમ)નું વળતર લટકામાં

દેશમાં લગભગ 52 ટકા જનસંખ્યા ખેતી-પ્રધાન છે. આટલી મોટી જનઆબાદી બારે માસ ચોવીસે કલાક તનતોડ જહેમત કરે છતાં દેશનાં સકલ ઘરેલું ઉત્પાદન (ૠઉઙ)માં યોગદાન ફકત 17થી 18 ટકાએ જ કેમ અટકી જાય છે? વર્ષ 2016નાં એક રિપોર્ટ મુજબ દેશના ખેડૂતોની પ્રતિ માસ સરેરાશ આવક માત્ર 6,400 રૂપિયા એટલે કે, વર્ષે ફકત 77000 જેટલી જ છે. ચિંતન અને ચિંતાજનક વાત છે કે, આજની તારીખે દેશનાં 52 ટકા ખેડૂતો કર્જદાર છે. દરેક માથે સરેરાશ 1.04 લાખના દેવાનો બોજ છે: કમાણી કરતાં સવાયો! કર્જના કારણે ગયા વર્ષે 10,000 ખેડૂતોએ આત્મહત્યા વ્હોરી લીધી હતી. આ બધ્ધું જ અંગ્રેજોના વખતથી આજ પર્યંત યથાવત જ રહ્યું. મોદી તો હજૂ બે ટર્મથી દિલ્હીની ગાદીએ બેઠા. એ પહેલા લગભગ 50-55 વર્ષ રાજ કરનારાને આવી સ્થિતિ બદલ દોષ ન દઈએ તો કોને, કાળિયા ઠાકરને દઈએ?

બહુત સહ લિયા અબ ના સહેંગે,
સીને ભડક ઊઠે હૈ,
નસ-નસ મેં બિજલી જાગી હૈ
બાજૂ ફડક ઊઠે હૈ,
સિંહાસન કી ખાઈ કરો, જૂલ્મોં કે ઠેકેદારો
દેશ કે બેટે જાગ ઉઠે, તૂમ અપની મૌત નિહારો

  • સંતોષ આનંદ
રિલેટેડ ન્યૂઝ