એક રૂપિયામાં લોકોને ઈડલી ખવડાવતાં અમ્મા માટે ઘર બનાવશે

કોઈમ્બતુરમાં ઈડલીવાલી અમ્માથી ફેમસ 85 વર્ષીય વૃદ્ધ મહિલા છેલ્લાં 30 વર્ષથી એક રૂપિયામાં ઈડલી બનાવીને વેચી રહ્યાં છે. બે વર્ષ પહેલાં ઈડલી અમ્માની સ્ટોરી સોશિયલ મીડિયા પર ઘણી વાઈરલ થઇ હતી. એ સમયે સોશિયલ મીડિયા પર આનંદ મહિન્દ્રાએ પણ તેમનો વીડિયો શેર કર્યો હતો. વીડિયો શેર કરીને લખ્યું, હું અમ્માનું કામ જોઈને ઘણો ખુશ થયો છું . તેમના માટે હું કંઈક કરવા માગું છું, દરિયાદિલીથી ફેમસ એવા આનંદ મહિન્દ્રાએ ચૂલા પર ઈડલી બનાવનારા દાદી અમ્માને એલપીજી ગેસ સ્ટવની વ્યવસ્થા કરી આપી હતી. એકવાર ફરીથી આનંદ મહિન્દ્રા મદદ માટે આગળ આવ્યા છે. તેમણે કહ્યું હતું કે ટૂંક સમયમાં ઈડલી



અમ્મા પાસે તેમનું પોતાનું ઘર અને રેસ્ટોરાં હશે, જ્યાં તેઓ ઈડલી બનાવશે અને વેચશે. આનંદ મહિન્દ્રાએ ઈડલી અમ્મા માટે જમીન ખરીદી લીધી છે. મારી ટીમ અમ્મા સાથે વાતચીત કર્યા પછી ઘર નિર્માણ શરૂ કરશે. આ
વૃદ્ધ મહિલાનું નામ કમલાથલ છે. તેઓ એક રૂપિયામાં લોકોને ઈડલી અને ચટણી ખવડાવે છે. આટલાં વર્ષોથી ભાવ વધાર્યા વગર આટલા જ રૂપિયામાં પ્રેમથી લોકોના પેટ ભરે છે.





રિલેટેડ ન્યૂઝ