એક ભૂત ગુફા કે અંદર…

દુનિયામાં ભૂત પ્રેતના અસ્તિત્વ પર સવાલ ઉઠતા રહે છે. કહેવાય છે કે જો દુનિયામાં માણસો હોય તો ભૂત પ્રેતનું હોવું ખુબ સામાન્ય છે. અનેક લોકો દાવો કરે છે કે તેઓ આત્માને બોલાવી શકે છે અને તેમના સંપર્કમાં પણ રહે છે. ટોની અને બેથ ફર્ગ્યુસન પેરાનોર્મલ એક્ટિવિટીઓ પર રિસર્ચ કરે છે. તેમણે ભૂતિયા એન્કાઉન્ટરની હોરર સ્ટોરી શેર કરી છે.
ટોની અને બેથ ફર્ગ્યુસર પોતાના કામના મામલે
અવારનવાર ખંડેર જેવી જગ્યાઓ પર નીરિક્ષણ માટે જાય છે. મિરરમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ થોડા સમય પહેલા ફર્ગ્યુસર કપલ 300 વર્ષ જૂની એક ગુફામાં તપાસ અર્થે ગયા હતા. ત્યાં તેમની સાથે અજીબ ઘટના ઘટી. ત્યારબાદ તેઓ કેટલીક જરૂરી માહિતી ભેગી કરી લાવ્યા હતા. આ કપલનું માનીએ તો ગુફા પાસે હાજર એક આત્માએ તેમને જગ્યાએથી દૂર રહેવા જણાવ્યું હતું. આ વાતથી બંને ચોંકી ગયા હતા. કારણ કે તેમની સાથે આવુંપહેલીવાર બન્યું હતું. પોતાની હોરર સ્ટોરી જણાવતા ફર્ગ્યુસન કપલે આત્મા સાથે થયેલા ખોફનાક એન્કાઉન્ટરનો ઉલ્લેખ કર્યો. જો કે આ આત્માએ તેમને કોઈ રીતે પરેશાન કર્યા નહતા. ત્યાંથી તો બંને પાછા આવી
ગયા પરંતુ તેમને અંદાજો નહતો કે પોતાના કેમેરામાં તેઓ ભૂતની તસવીર કેદ કરીને લાવ્યા છે. ઘરે પહોંચીને જ્યારે તેઓ પોતાની તસવીરો ચેક કરી રહ્યા હતા ત્યારે તેમને આત્માની તસવીર જોવા મળી જે જોઈને તેઓ સ્તબ્ધ થયા.

ટોની અને બેથ ફર્ગ્યુસર આ પ્રકારની એક્ટિવિટી દરમિયાન હંમેશા પોતાના કેમેરા ચાલુ રાખે છે અને આથી આત્માની તસવીર પણ તેમા કેદ થઈ ગઈ.

રિલેટેડ ન્યૂઝ