એક જ ઓવરમાં ફટકારી 8 સિક્સર ઓસ્ટ્રેલિયન બેટધરનો અનોખો રેકોર્ડ!!

થોડા દિવસો પહેલાં અમેરિકા વતી રમતા એક ભારતીય બેટધરે પાપુઆ ન્યૂ ગીની સામે એક ઓવરમાં
6 છગ્ગા ફટકાર્યા હતા

ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એક ઓવરમાં છ સિક્સર ફટકાવાનો રેકોર્ડ 3 ખેલાડીઓના નામે છે. જેમાં ભારતના યુવરાજ સિંહે ટી20 વર્લ્ડકપ 2007 માં ઇગ્લેંડેના
સ્ટૂઅર્ટ બ્રોડની એક ઓવરમાં 6 સિક્સર ફટકારી હતી એ સૌને યાદ જ હશે . જોકે આજે એક એવા સમાચાર બહાર આવ્યા છે
જેમાં મહદ અંશે અશક્ય લાગે તેવા અદભૂત રેકોર્ડની વાત છે.
એક બેટ્સમેન એક ઓવરમાં કેટલા રન બનાવી શકે છે. ક્રિકેટમાં 1 ઓવરમાં 6 બોલ ફેંકવાના હોય છે એ હિસાબે ગણતરી કરીએ તો જો કોઇ બેટ્સમેન તમામ બોલ પર
સિક્સર ફટકારે તો 36 રન થશે. પરંતુ ક્રિકેટની દુનિયામાં એક ઓસ્ટ્રેલિયન બેટ્સમેને આ આંકડાને નાનો સાબિત કરી દીધો છે. તેણે એવો રેકોર્ડ નોંધાવ્યો કે જેનાથી ક્રિકેટના પંડિત પણ આશ્ર્ચર્યચકિત થઇ ગયા. ફેન્સ જોતા જ રહી ગયા.
ઓસ્ટ્રેલિયાઇ બેટ્સમેન સૈમ હૈરિસને સોરેંટો ડનક્રેગ સીનિયર ક્લબ તરફથી રમતાં નાથન બેનેટની એક ઓવરમાં 50 રન ફટકાર્યા. બેનેટએ ઓવરમાં 8 બોલ નાખ્યા હતા જેમાં 2 નો બોલ સામેલ
હતા. આ ઘટના રમતની 39મી ઓવરમાં થઇ. આ કારનામા બાદ ઓસ્ટ્રેલિયાઇ બેટ્સમેને 39મી ઓવરમાં પોતાની હાફ સેન્ચુરી પુરી કરી અને 40મી ઓવરમાં સદી ફટકારી. સૈમ જ્યારે 80 રન પર હતા ત્યારે ઇનિંગની અંતિમ ઓવર કરી જેમાં તેમણે તોફાની અંદાજમાં 22 રન બનાવ્યા. સોરેન્ટો ડનક્રેગએ 40 ઓવરમાં 276 રન બનાવ્યા. જેમાં સૈમની શાનદાર સદી પણ સામેલ છે.
ક્રિકેટની દુનિયામાં સૌથી મોંઘી ઓવર
ન્યૂઝિલેન્ડના ક્રિકેટર બર્ટ
વેન્સ આ મામલે સૌથી આગળ છે. ફસ્ટ ક્લાસ ક્રિકેટ સુધી રમનાર વેંસએ 1990 માં 77 રનથી વધુની ઓવર ફેંકી હતી. આ હજુપણ ફસ્ટ ક્લાસ ક્રિકેટની સૌથી મોટી ઓવર છે. આ ઓવરમાં વેંસએ ઘણા ફૂટ ટોસ નો ફેંક્યા હતા. આ દરમિયાન તેમના બોલ પર એકવારમાં સતત પાંચ સિક્સર લાગી હતી. આ ક્રિક્રેટની દુનિયાની સૌથી મોંઘી ઓવર છે.
ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 3 ખેલાડીઓએ 6 સિક્સર ફટકારી છે. યુવરાજ સિંહે ટી20 વર્લ્ડકપ 2007 માં
ઇગ્લેંડેના સ્ટૂઅર્ટ બ્રોડની એક ઓવરમાં 6 સિક્સર ફટકારી હતી. ત્યારબાદ તે રાતોરાત હીરો બની ગયા હતા. તો બીજી તરફ 6 સિક્સર ફટકારવાનો જાદૂ સૌથી પહેલાં સાઉથ આફ્રીકાના હર્શલ ગિબ્સે કર્યો હતો. તેમણે2007માં નેધરલેંડ વિરૂદ્ધ કામને અંજામ આપ્યું હતું. પોલાર્ડએ શ્રીલંકા વિરૂદ્ધ 6 સિક્સર ફટકારી હતી.
અમેરિકા વતી રમતા ભારતીય બેટધરે એક ઓવરમાં છ સિક્સર ફટકારી
યુવરાજ સિંહની જેમ તાજેતરમાં અન્ય
એક બેટ્સમેને એક ઓવરમાં 6 સિક્સર ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ પરાક્રમ કરનારો તે વિશ્વનો ચોથો ખેલાડી છે. ક્રિકેટને ફોલો કરતા દરેક ફેન્સના મનમાં આજે પણ યુવરાજ સિંહે એક ઓવરમાં ઝડપેલી 6 સિક્સરનો રેકોર્ડ યાદગાર હશે. ટીમ ઈન્ડિયાના આ ભૂતપૂર્વ ઓલરાઉન્ડરે 2007 ટી 20 વર્લ્ડ કપ દરમિયાન ઇંગ્લેન્ડ સામેની મેચમાં સ્ટુઅર્ટ બ્રોડની એક જ ઓવરમાં સતત 6 સિક્સર ફટકારી હતી. દુનિયામાં બહુ ઓછા ખેલાડીઓ છે જેમણે યુવરાજ જેવી સિદ્ધિ હાંસલ કરી હોય. પરંતુ એક ખેલાડી છે, જેણે યુવરાજની જેમ જ એક ઓવરમાં 6 સિક્સર ફટકારીને સિદ્ધિ મેળવી છે.
આ ખેલાડીએ 6 સિક્સર ફટકારી હતી
યુવરાજ સિંહની જેમ જ
અમેરિકા તરફથી રમનારા ભારતીય મૂળના બેટ્સમેન જસકરણ મલ્હોત્રાએ છેલ્લા કેટલાક દિવસ પહેલા પાપુઆ ન્યૂ ગિની સામે એક જ ઓવરમાં 6 બોલ પર 6 સિક્સર ફટકારી હતી. જસકરણની દરેક સિક્સર યુવરાજ સિંહની તાબડતોડ બેટિંગની ઝલક બતાવી હતી. જસકરણે ત્રણેય સ્ટમ્પથી દૂર જઈને પણ છગ્ગો ફટકાર્યો હતો, આ વાત પરથી અંદાજો લગાવી શકાય છે કે તેને પોતાનામાં કેટલો વિશ્વાસ હતો. ક્રિકેટ ચાહકોને ફરી એક વખત યુવરાજ સિંહની યાદ અપાવનાર બેટ્સમેન જસકરણે આ મેચમાં શાનદાર ઈનિંગ રમી. જસકરણના બેટમાંથી આવતા દરેક છગ્ગા લાંબા અંતરવાળા અને હવામાં ઊંચે સુધી જતા હતા. જસકરણે માત્ર 124 બોલમાં 16 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 173 રનની અણનમ ઈનિંગ રમી હતી. ખાસ વાત એ છે કે આ ઈનિંગમાં તેણે માત્ર ચોગ્ગા અને છગ્ગાની મદદથી 112 રન બનાવ્યા હતા. એટલું જ નહીં, જસકરણ અમેરિકા તરફથી વનડે ક્રિકેટમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન પણ છે.

રિલેટેડ ન્યૂઝ